નકલંકધામ-તોરણીયા ખાતેના સદગુરુ વંદના મહોત્સવમાં રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવતા સાધુ-સંતો મહોત્સવમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

નકલંકધામ-તોરણીયા ખાતેના સદગુરુ વંદના મહોત્સવમાં રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવતા સાધુ-સંતો મહોત્સવમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

ત્રિ દિવસીય વિવિધ કાર્યક્રમોમાં જૂનાગઢની આસ્થા હોસ્પિટલ દ્વારા શ્રદ્ધાળુઓને નિદાન સાથે સારવાર તેમજ નિશુલ્ક દવા પણ આપશે.

જૂનાગઢ તા.૫ પ.પૂ.સંત શ્રી સેવાદાસબાપા આશ્રમ નકલંકધામ તોરણીયા-હરિદ્વાર આયોજિત પ.પૂ.સંત શ્રી સેવાદાસ બાપાની 40 પુણ્યતિથિ પ્રસંગે શ્રી સદગુરુ વંદના મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. 

આ મહોત્સવમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર તથા રક્તદાન કેમ્પનું ઉદઘાટન કરશનદાસ બાપુ (પરબ ધામ)ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તોરણીયા ધામના મહંત રાજેન્દ્રદાસબાપુ, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ ( ભારતી આશ્રમ -  જૂનાગઢ), મહાદેવગીરીબાપુ (અવધુત આશ્રમ - જૂનાગઢ) સહિતનાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ ડો.નયના લકુમ થતા સિવિલ સર્જન ડો.પાલા લાખણોત્રાના માર્ગદર્શન હેઠળ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં એકત્રિત થયેલ તમામ રક્ત થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ સહિત જરૂરિયાતમંદ લોકોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્ય આપવામાં આવશે.

આ ઉપરાંત જૂનાગઢની નામાંકિત આસ્થા હોસ્પિટલ એન્ડ આઇસીયુના ડો.ચિંતન યાદવના સૌજન્યથી આ ત્રિ દિવસીય મહોત્સવમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. જરૂરિયાતમંદ દર્દીઓને આસ્થા હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નિદાન સહિત સારવાર,અને દવા,આપવામાં આવશે - રીપોર્ટ બાય - શૈલેષ પટેલ જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain