કોલેજમાં અભ્યાસ કરતી છાત્રા સાથે ઈન્સટાગ્રામ પર મિત્રતા કરી બાદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી, પરિવારની ત્રાસ આપવાના ગુનામા સંડોવાયેલા આરોપીઓને અમદાવાદ ખાતેથી શોધી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સાયબર ક્રાઈમ પોલીસ પૂર્વ-કચ્છ,ગાધીધામ

 કોલેજમાં અભ્યાસ કરતી છાત્રા સાથે ઈન્સટાગ્રામ પર મિત્રતા કરી બાદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી, પરિવારની ત્રાસ આપવાના ગુનામા સંડોવાયેલા આરોપીઓને અમદાવાદ ખાતેથી શોધી પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સાયબર ક્રાઈમ પોલીસ પૂર્વ-કચ્છ,ગાધીધામ

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ, ગાંધીધામ જીલ્લામા ઓનલાઇન સાયબર ક્રાઈમના બનાવોમા અનડીટેકટ રહેલ ગુનાઓમાં આરોપીઓ શોધી ગુનાઓ ડીટેક્ટ કરવા સૂચના આપેલ હોય ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૩ર૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ. ૩૫૪,૫૦૧,૫૦૬,૫૦૯,૧૧૪ તથા આઇટી.એક્ટ ૬૬(સી). ૬૬(ઈ) મુજબનો ગુનો તા.૦૫/૦૪/૨૦૨૩ ના જાહેર થયેલ છે. આ ગુનાનાં આરોપીએ ફરિયાદીને ફોસલાવી ગાંધીધામ ખાતે આવેલ હોટલમાં લઈ જઈ ન્યુડ ફોટાઓ વાય૨લ કરવાની ધમકીઓ આપી તેણી સાથે શારીરિક અડપલાઓ કરી તથા કોઈ અજાણ્યા ઈસમે પોતાની ઓળખ છુપાવી ઇનસ્ટાગ્રામ ઉપર અલગ અલગ ફેડ એકાઉન્ટ બનાવી ખોટી ઓળખ આપી ફરીયાદીના નામ તથા ફોટોગ્રાફ અન્યને મોકલી તથા અલગ અલગ નંબર ૫૨થી ફરિયાદી તથા તેમના કુટુંબીજનોને બદનામ કરી માનસિક તેમજ સામાજિક રીતે હેરાન પરેશાન કરી ગાળો બોલી ધમકીઓ આપી ગુનો જાહેર થયેલ હોય સાયબર ડાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઈનસ્ટાગ્રામ એપ તથા ટેકનીડલ સર્વેલન્સની મદદથી આરોપીઓની માહીતી મેળવી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ તપાસ માટે અમદાવાદ ખાતેથી જઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદ મેળવી અમદાવાદ ખાતેથી આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહીકરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ: (૧) ધ્રુવીલ ઉર્ફે ધવલ વિજયકુમાર નરશીભાઇ લેઉવા હાલ રહે.મ.નં.૨૬૯/૪ ભા૨ણ પરશોતમની ચાલી ઈંટવાડા સર્કલ પાસે, શહેરકોટડા મુળ રહે. મ.નં.૨ દશરથમુખીની ચાલી કબાડી માર્કેટ oi.3 ની સામે દાણીલીમડા અમદાવાદ (૨) હર્ષકુમાર ઉર્ફે શરથભાઈ લવ પરમાર રહે.મ.નં.૨૬૦/૭ ભારાણ પરસોતમની ચાલ ઈંટવાળા સર્પલ પાસે, શહેર કોટડા અમદાવાદ

ઉપરોકત કામગી૨ી સાયબર કાઈમ પોલીસ સ્ટેશનપોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ.વાળા તથા ગાંધીધામ એ ડીવી. પો.સબ ઇન્સ. એમ.વી. જાડેજા તથા સારાબર કાઈમ પોલીસ સ્ટાહના પો.હેડ.કોન્સ. ગોપાલભાઈ બિજલભાઈ, દિવ્યરાજસિંહ રઘુભા તથા પો.કોન્સ. અનીલ રતનજીભાઈ, દશરથભાઈ સુબાભાઈ, હરદિપસિંહ વનરાજસિંહ, હરેશભાઈ વસ્તાભાઈ, રણજીતરાજ બાબુભાઇ નાઓ દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain