ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી લાકડીયા પોલીસ
મે પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છગાંધીધામ તથા મે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ ઘરફોડ ચોરી/લુંટનાર્નામત સબંધી ડીટેકટ/અનડીટેકટ ગંભી૨ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના અન્વયે પોલીસ ઈન્સપેક્ટરશ્રી આર.આર.વસાવાનાઓના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્શની મદદથી લાકડીયાપો.સ્ટે. નોંધાયેલ ગુ.૨.નં- ૧૧૯૯૩૦૧૧૨૩૦૦૨૫ ઇ.પી.કો કલમ-૩૭૯,૪૪૭ મુજબના ગુના કામે ફરીયાદીએ ખરીદેલ લોખંડની પાઇપો લાકડાયા પાંજરાપોળમાં ખુલ્લી જગ્યામાં રાખેલ તે પાઇપો કોઇ અજાણ્યા ચોર-ઈસમોએ ચોરી કરેલ જે ચોરોને મુદામાલ સાથે પકડી પાડી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:- (૧)વિષ્ણુ ભુરાભાઈ વાણીયા ઉ.૫-૩૨ ૨હે.લાકડીયા તા-ભચાઉ (૨)સુરેશ નાનજીભાઈ પરમર ઉ.વ-૩૨ રહે-લાકડીયા તા-ભચાઉ
કબ્જે કરેલ મુદામાલઃ- લોખંડની ગોળ પાઇપ કુલ નંગ-૦૬ જેની કિંમત રૂ.૪૨૦૦/- છકડો રીક્ષા રજી.નં.GJ-12-AT-4941 જેની કિમંત રૂ.૪૦,૦૦૦/- કુલ્લે કિ.રૂ.૪૪૨૦૦/-
આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર આર.આર.વસાવા તથા એ.એસ.આઇ ઇ૨માઈલભાઈ પો.હેડ કોન્સ. સમિતભાઈ ડાભી તથા પો.કોન્સ. દિપકભાઇ સોલંકી અને શૈલેષભાઈ જેઠવાનાઓારા કરવામાં આવેલ છે.
Post a Comment