“ મોટા રેહા ગામેથી દેશી દારૂની ભઠ્ઠીનો કેસ શોધી કાઢતી પધ્ધર પોલીસ ”

 “ મોટા રેહા ગામેથી દેશી દારૂની ભઠ્ઠીનો કેસ શોધી કાઢતી પધ્ધર પોલીસ ”

બોર્ડર રેન્જ મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથલીયા સાહેબની સુચના અન્વયે આજ રોજ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંગ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ-ભુજ ના ઓ ના માર્ગદર્શન હેઠળ દારૂની બદી નેસ્તનાબુદ કરવા સ્પે.પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોઇ જે અનુસંધાને પધ્ધર પો.સ્ટ.ના પો.સ.ઇ.શ્રી વી.બી.ઝાલા સાહેબ ને બાતમી હકિકત મળેલ કે,મોટા રેહા ગામ નો પ્રોહી.બુટલેગર્સ ગુલાબસિંહ ખેતુભા જાડેજા જે મોટા રેહા ગામ ના બસ સ્ટેશન આગળ નદી ના પુલીયા નજીક બાવળો ની ઝાડીઓ મા દેશી દારૂ ની ભઠી ગાળે છે અને હાલ પણ પ્રવ્રુતિ ચાલુ હોઇ જે સચોટ બાતમી આધારે પોલીસ સ્ટાફ ના માણસો તેમજ પંચો સાથે બાતમી વાળી જ્ગ્યા એ રેઇડ કરવામા આવતા આ ગુલાબસિંહ ખેતુભા જાડેજા ત્થા તેના મળતીયાઓ અંધારા નો તેમજ ગીચ ઝાડીઓ નો લાભ લઇ મો.સા.થી નાસી ગયેલ અને આ તમામ જ્ગ્યા જે જગ્યા એ થી રાસેલા ત્યા થી તેમજ સદરહુ ગુલાબસિંહ ખેતુભા જાડેજા ના રહેણાક મકાન ની ખંડેર ઓરડીઓ માથી,તેના કબ્જા ની વેગનઆર કાર માથી દેસી દારૂ બનાવવાનો ઠંડો આથો/ગરમ આથો કુલ્લે-લિટર ૩,૮૨૦ કિંમત્ય રૂપિયા ૭,૬૪૦/-નો તેમજ તૈયાર દેશી દારૂ લિટર ૫૨૦/-કિંમત રૂપિયા ૧૦,૪૦૦/-તેમજ દેશી દારૂ ની ભઠી ગાળવા માટે ના સાધનો જેમા એલ્યુમિનીયમ ના ડૂબ્બા નંગ-કિંમત રૂપિયા ૨,૦૦૦/-ત્થા આ દેશી દારૂ બનાવવા અને તેની હેરક્રુર માટે ઉપયોગ ના વાહનો જેમા મોટર સાયકલ એચ.એફ.ડીલક્ષ જી.જે.૧૨- ઇ.એચ.૧૮૩૧ કિંમત રૂપિયા ૨૫,૦૦૦/-તેમજ મદનિય ભારવાહક વાહન નંબર જી.જે.૦૧-ઝેડ.ઝેડ.૦૦૪૦ કિં.રૂ.૧,૫૦,૦૦૦/-તેમજ વેગન આર કાર નંબર-જી.જે.૧૩-એન.૦૯૩૯ કિં.રૂ.૧,૦૦,૦૦૦/-ત્થા મોબાઇલ ફોન મળી કુલ્લ કિંમત રૂપિયા ૩,૦૦,૦૪૦/-નો પ્રોહી.મુદામાલ પોતાના આર્થિક ફાયદા સારૂ રાખી રેઇડ દરમિયાન ગુલાબસિંહ ખેતુભા જાડેજા ત્થા તેના મળતીયાઓ ગાઢ અંધારા નો તેમજ ગીચ ઝાડી નો લાભ લઇ નાસી જઇ/હાજર નહી મળી આવેલ હોઇ મજકુર આરોપીઓ વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી.ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે.

આરોપીઓ- (૧) ગુલાબસિંહ ખેતુભા જાડેજા રહે.મોટા રેહા તા.ભુજ કચ્છ ત્થા તેના મળતીયાઓ

આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી વી.બી.ઝાલા ત્થા પો.હેડ કોન્સ. અશ્વિનભાપી.સોલંકી તથા પો.હેડ.કોન્સ.ધર્મેન્દ્રસિંહ જટુભા જાડેજા તથા પો.હેડ.કોન્સ.ક્રુષ્ણદેવસિંહ ડી.ઝાલા તેમજ ક્રિપાલસિંહ ઝાલા ત્થા પો.કોન્સ.ભરતભાઇ.ભાવેશભાઇ ત્થા ડ્રાયવરો એ.એસ.આઇ.ગુણવંતસિહ જાડેજા ત્થા પો.કોન્સ.મનુભાઇ વાણિયા વિગેરે જોડાયેલ હતા.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain