મોનો સ્ટીલ કંપનીના બેફામ પ્રદૂષણ ને સરકારી તંત્ર ની ખુલી છુટ.....?

મોનો સ્ટીલ કંપનીના બેફામ પ્રદૂષણ ને સરકારી તંત્ર ની ખુલી છુટ.....?

કચ્છના ગોઝારા ભૂકંપ બાદ આવેલ કંપનીઓ નિ હવે દિવસે ને દિવસે પોતાની મનમાની વધતી હોય તેમ સ્પષ્ટ લાગે છે  મોનો સ્ટીલ કંપની ના બેફામ પ્રદૂષણ ના લીધે આસપાસ ની ફળદૃપ જમીનો હવે બંજર થવા ને આરે છે આ કંપની થી માત્ર થોડા જ અંતરે સંગમનેર ગામ આવેલ છે આ ગામ માં મકાનો ની છત ઉપર કાળી ચાદર ઓઢી હોય તેમ ભૂકી ના થર જોવા મળે છે તેમજ પશુધન માટે ચરિયાણ લાયક કોઈ પાક આ કંની ના પ્રદૂષણ ના લીધે થઈ શકતો નથી અને જો કોઈ પાક વાવેતર થાય તો આ ચરિયાણ પશુધન ખોરાક માટે ઉપયોગ લઈ શકે તેમ નથી તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે .તેમજ આ કંપની આસપાસ આવેલ વાડી વિસ્તાર માં દિવસ રાત કાળી ભૂકી બેફામ ઊડતી હોવાથી ખેડૂતોને આ વાડી વસ્તાર માં કામ કરવાં માટે કોઈ મજૂર વર્ગ રાજી નથી આ બાબતે અનેક લોકોને પૂછતા જણાવ્યું હતું કે આ કાળી ડસ્ટ પાક પર જામી જવાથી હાથ માં ચામડી ના રોગ તેમજ હાથ માં ચીરા પણ પડે છે તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે 

જેથી આ કંપની બાબતે અનેક વાર તંત્ર સમક્ષ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે પરંતુ આ કંપની સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના અધિકારીઓ આ કંપની ના પ્રદૂષણ બાબતે વિઝિટ કરતા હસે ત્યારે શું આ પ્રદૂષણ આ અધિકારીઓને દેખાતો નહિ હોય....? એર કંડીશન ઓફીસોમાં બેસી ને આ કંપની નો પ્રદૂષણ નિયંત્રણ માં છે તેવા રિપોર્ટ કરતા હશે.....? આવા અનેક સવાલો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે હવે ગુજરાત સરકાર ની નવી ટીમ તેમજ કચ્છ ના નવનિયુક્ત કલેકટર તેમજ જીપીસીબી ના અધિકારી આ બાબતે ક્યારે એક્શન મોડ માં આવશે અને આ મોનો સ્ટીલ કંપની ના  બેફામ પ્રદૂષણ ને નિયંત્રણ લેવાની ક્યારે કાર્યવાહી કરે તે જોવાનો જ રહ્યો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain