રાપર તાલુકા સ્વાગત સમિતિની બેઠક મળી

 રાપર તાલુકા સ્વાગત સમિતિની બેઠક મળી

આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે રાપર તાલુકા સ્વાગત સમિતિની બેઠક ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં તાલુકા સ્વાગત ની 26 અરજી આવી હતી તદ્ઉપરાંત ગ્રામ સ્વાગત ની115 અરજી આવી હતી જેનો સબંધિત અરજદારો ને સાંભળી ને તરત નિકા કરવામાં આવ્યો હતો બેઠક મા પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી મામલતદાર કે આર ચૌધરી નાયબ મામલતદાર એચ બી વાઘેલા ઉપરાંત તાલુકા ની કચેરી તાલુકા વિકાસ પંચાયત પાણી પુરવઠા બોર્ડ વન વિભાગ પોલીસ જળ સિંચન શિક્ષણ મહેસુલ વિભાગ પંચાયત પીજીવીસીએલ નગરપાલિકા બાંધકામ શાખા સહિત ના અધિકારીઓ અનુક્રમે ભરત નાથાણી પંચાયત શાખા ના અલ્પેશ બાંભણીયા આરએફઓ સતિષ ભાઈ જેઠા એસ.ટી ડેપો મેનેજર જે.પી જોશી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા  બી આર સી અશોક ભાઈ ચૌધરી દિનેશ સોલંકી પંચાયત સિંચાઈના નાયબ કાર્યપાલક ઈજનેર એ. જે.ભોયા ઇરિગેશન એમ. જે. પંચાયત જેટકો એચ. એમ. ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ તાલુકા સ્વાગત સમિતિની બેઠક મા તમામ અરજી નો નિવેડો લાવવા માટે અધિકારીઓ એ સુચારુ વહીવટની દ્રષ્ટિ દ્વારા નિકાલ કર્યો હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain