કચ્છની અટપટી ક્રિક વિસ્તારમાં પાકિસ્તાની બોટ બિનવારસી મળી

 કચ્છની અટપટી ક્રિક વિસ્તારમાં પાકિસ્તાની બોટ બિનવારસી મળી

ભુજ, શુક્રવાર વાધુ એક વખત લખપતના કોટેશ્વર નજીકના દરિયાઈ સિરક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની માછીમારી બોટ બિનવારસી હાલતમાં મળી આવી છે. સરક્રિક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં બોટ મળ્યા બાદ બોટમાં સવાર ઘુસણખોરો સીમા અંદર છુપાયા હોવાની આશંકાના પગલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા તલાશી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બોટમાંથી કોઈ સંદિગૃધ વસ્તુ મળી છે કે કેમ તેની વિગતો હજુ બહાર આવી નાથી. હાલ સલામતી દળ દ્વારા આગળની કાર્યવાહી ધરવામાં આવી છે. પાકિસ્તાન સરહદે આવેલા દેશના સંવેદનશીલ કચ્છ જિલ્લાના સીમાવર્તી વિસ્તારની ત્રણ દિવસ પૂર્વેજ બીએસએફના વડા દ્વારા મુલાકાત લઈ સલામતી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. જેના બીજા જ દિવસે કચ્છ સમીપના બનાસકાંઠા નજીક પાક. ઘુસણખોર ઝડપાયો હતો. ત્યારે આજે ફરી એક વખત કચ્છના સિરક્રિક વિસ્તારમાંથી એક માછીમારી બોટ ઝડપાઇ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain