સાયબર પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી

 સાયબર પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ખાલિસ્તાનીઓ દ્વારા ધમકી આપવા મામલે અમદાવાદ સાયબર પોલીસ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશમાંથી ત્રણ સીમ બોક્સ સહિત બે શકમંદ આરોપીની અટકાયત કરવામાં આવી છે. ખાલિસ્તાનીઓની ધમકી બાબતે અગાઉ મધ્યપ્રદેશ કનેક્શન સામે આવ્યા પછી હવે ઉત્તર પ્રદેશ કનેક્શન સામે આપ્યું છે. એટલે સાઇબર ક્રાઇમ પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ત્રણ સિમબોકસ જપ્ત કર્યાં છે. 9 માર્ચના રોજ સાઇબર ક્રાઇમ દ્વારા ખાલિસ્તાનીઓ દ્વારા પ્રિ રેકોર્ડેડ મેસેજ થકી ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસ દ્વારા મધ્યપ્રદેશના મુરેનામાંથી બે આરોપી અને 13 બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં પૂછપરછ દરમિયાન પોલીસને લીડ મળતા ઉત્તર પ્રદેશમાં તપાસ શરૂ કરી હતી. જેના આધારે ઉત્તર પ્રદેશના મેરઠ નજીકના મોદીનગરના એક મકાનમાંથી વધુ ત્રણ સિમબોક્સ મળી આવ્યા.

વધુ 2 શકમંદ આરોપીની અટકાયત અત્યાર સુધી સાયબર ક્રાઇમ પોલીસે કુલ 16 સિમબોક્સ, બે આરોપીની ધરપકડ અને 2 શકમંદ આરોપીની અટકાયત કરી છે. દેશના લોકોમાં ડરનો માહોલ ઉભો કરીને દેશની એકતા અને ખંડિતાને નુકસાન પહોંચાડવા માટે ખાલીસ્તાની ચળવળકારો દ્વારા આ પ્રકારના મેસેજ વાઈરલ કરવામાં આવ્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain