અલગ-અલગ જગ્યાએથી ગે.કા હથિયાર નંગ-૦૨ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડેર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર હથીયારના કેસો શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન (૧) ભાણા દેશરા કોલી ઉ.વ ૪૫ તથા (૨) પાંચા દેશરા કોલી ઉ.વ ૪૦ બન્ને રહે.કણખોઇ તા.ભચાઉ વાળાઓના નર્મદા કેનાલની બાજુમાં આવેલ ડુંગરવાળા ખેતરમાં આવેલ પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં પંચો સાથે ઝડતી તપાસ કરતાં બન્નેના અલગ અલગ રહેણાંક મકાનમાંથી દેશીહાથ બનાવટની નાળ વાળી બંદુક નંગ ૦૨ સાથે પકડાઇ જઇ મે.શ્રી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ કચ્છ ભુજનાઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોઇ જેથી તેના વિરૂધ્ધ આર્મ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ પકડાયેલ બન્ને ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ.
પકડાયેલ આરોપીઓ :- (૧) ભાણા દેશરા કોલી ઉ.વ ૪૫ રહે. કણખોઇ તા.ભચાઉ (૨) પાંચા દેશરા કોલી ઉ.વ ૪૦ રહે. કણખોઇ તા.ભચાઉ
કબ્જે કરેલ મુદામાલ :- (૧) દેશી હાથબનાવટની નાળ વાળી બંદુક નંગ-૦૨ જે કી.રૂ ૬૦૦૦/- કુલે કી.રૂ. ૬૦૦૦/-
આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
Post a Comment