ગાંધીધામ સંકુલમાં હનુમાન જયંતિની ઉમંગભેર ઉજવણી

 ગાંધીધામ સંકુલમાં હનુમાન જયંતિની ઉમંગભેર ઉજવણી

ગાંધીધામ: કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ સંકુલમાં હનુમાન જયંતિની ભક્તિભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીધામ, આદિપુર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાજરાહજુર દેવ હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિન ઉલ્લાસભેર ઉજવાઈ રહ્યો છે. આજે વહેલી સવારથી જ ગાંધીધામના ઓસ્લો રોડ પર નારી ચણિયા હનુમાન મંદિર, આદિપુરના પંચમુખી હનુમાન મંદિર, અંતરજાળના પાતળિયા હનુમાન મંદિર સહિત શહેરના તમામ મંદિરો પર વહેલી સવારથી જ ભાવિકોનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. હનુમાન ભક્તોએ સિંદુર, તેલ, આકળાની માળા, નાળિયેર પ્રસાદ અર્પણ કરી દર્શનનો લાભ લીધો હતો. હનુમાન જયંતિના પાવન અવસરે મંદિરો પર મહાઆરતી, ધૂન-કિર્તન, સુંદરકાંઠ અને હનુમાન ચાલીસાના પાઠ અને સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain