ભુજના કુંદનપરના ખેડૂતના હાથના નખની લંબાઈ બબ્બે ફૂટની, છેલ્લા નવ વર્ષથી નખ નથી કાપ્યા

ભુજના કુંદનપરના ખેડૂતના હાથના નખની લંબાઈ બબ્બે ફૂટની, છેલ્લા નવ વર્ષથી નખ નથી કાપ્યા

વિવિધતાથી ભરેલી દુનિયામાં અમુક એવા મુતસ્દી લોકો પણ જોવા મળતા હોય છે જે પોતાના નિતનવા શોખના કારણે લોકોની ચર્ચાનું કેન્દ્ર બની જતા હોય છે. કોઈને મૂછો વધારવાનો, કોઈને આખા શરીરે ટેટુ ચિત્રણ કરવાનો તો કોઈને સુપરમેનના પાત્રમાં ફરવાનો શોખ હોય છે. આવોજ એક અનોખો શોખ ભુજના કુંદનપર ગામના અરજણભાઈ ધરાવે છે. જે નાનપણથી પોતાના હાથની આંગળીના નખ વધારવાનો શોખ પાડી રહ્યા છે. આ શોખના કારણે હવે પરિચતોમાં તેમનું નામ અરજનભાઈ નાંખવાળા તરીકે જાણીતું બન્યું છે.

નખ વધારવાનો શોખ ધરાવતા અરજણ પ્રેમજી વેકરિયા મુન્દ્રા ખાતે ખેતીવાડી કરે છે અને તેની સાથે મકાન બાંધકામનો વ્યસાય પણ કરે છે. આ વિશે અરજનભાઈ પાસે જાણવાનો પ્રયાસ કર્યો કે વધેલા નખના કારણે દૈનિક કે વ્યવસાયમાં તકલીફ પડે ખરી? ત્યારે તેમણે કહ્યું કે જરાય નહિ. હવે તો મારે આમ જીવવું રોજીંદુ બની ગયું છે. પરંતુ શિયાળા દરમિયાન નખ તૂટી ના જાય તે માટે ગરમ સ્વેટર કે જેકેટ પહેરી શકતો નથી. હાલ મારા ડાબા હાથમાં બે ફૂટ સુધી વધી ગયા છે. જેની નિયમિત સાફ સફાઈ અને દરકાર લેવી પડે છે. તૂટી ના જાય તે માટે આંગળી અને અંગૂઠા પર નખના મૂળ ફરતે ધાગો બાંધી રાખવો પડે છે.

આગળ જણાવતા કહ્યું કે નખના કારણે બહાર જવાનું થાય ત્યારે ઘણા લોકો મારી સાથે મોબાઈલ ફોનમાં સેલ્ફી લેતા હોય છે, ક્યારેક જાહેર સ્થળે કોઈને અજુગતું પણ લાગે છે. જોકે લોકોને શુ લાગે તેની ચિંતા વિના હું મારો શોખ પાળુ છે જેના દ્વારા મને ખુબ આનંદ મળે છે. આમતો નાનપણથીજ હું હાથમાં નખ વધારતો હતો પણ છેલ્લા નવ વર્ષથી બે નખ ટકાવી રાખવા ખાસ દરકાર રાખું છું. દરમિયાન અરજનભાઈના આ પ્રકારના શોખ વિશે લોકોમાં ગમાં- અણગમાં બન્ને પ્રવર્તા હોય છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain