પીએમ મોદીએ ફરી એક વખત કચ્છને યાદ કર્યુ, ટ્વીટર પર પોતાનો પ્રેમ જાહેર કર્યો

પીએમ મોદીએ ફરી એક વખત કચ્છને યાદ કર્યુ, ટ્વીટર પર પોતાનો પ્રેમ જાહેર કર્યો

કળા, કારીગરી અને કુદરતી સંપત્તિ સાથે આપત્તિઓના સાક્ષી રહેલા કચ્છ પંથકને ઝડપભેર વિશ્વમાં લોકપ્રિય બનાવનાર દેશના પીએમ નરેન્દ્ર મોદી તેમનો લગાવ આ સૂકા મલક સાથે વારે તહેવારે દર્શાવતા રહ્યા છે. ત્યારે ફરી એક વખત પીએમ મોદીનો પ્રેમ ટ્વીટરના મધ્યમથી જાહેર થતો જોવા મળ્યો હતો. ગઈકાલે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મહાનાયક અમિતાભ બચ્ચન અભિનીત કુછ દિન તો ગુજારો ગુજરાતમેના સૂત્ર વાળી એડનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો. જેના રિટ્વીટમાં પીએમ મોદીએ કચ્છ ભૂંકપના સમયમાંથી બેઠા થયેલા લોકોના અભિગમને બિરદાવી કચ્છ પ્રવાસન માટે ઉત્તમ સ્થળ હોવાનું લખ્યું હતું.

કચ્છના સફેદ રણને વિશ્વ ફલક પર ઉજાગર કરવા રણોત્સવની શરૂઆત સાથે કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા સૂત્રને દેશ વિદેશમાં લોકપ્રિય બનાવનાર પીએમ મોદી અત્યાર સુધીમાં સૌઠું વધુ કચ્છની મુલાકાત લેનાર દેશના પ્રથમ વડાપ્રધાન છે. તેમના પ્રેમ અને આદરભાવો પ્રસંગોપાત પ્રગટ કરતા રહ્યા છે. ખાસ કરીને નીચેણામાં બનતી રોગાન આર્ટની કૃતિઓ હોય કે પછી અહીંની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ દાબેલી. પીએમ તેમના વિવિધ રાજ્યોના પ્રવાસ દરમિયાન જાહેર સભામાં યાદ કરી ચુક્યા છે. તેમનો કચ્છ પ્રત્યેનો પ્રેમ વધુ એક વખત ટિવટર પર જોવા મળ્યો હતો 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain