બિદડા કોમન સર્વિસ સેન્ટર અને ટાટા પાવર - મુન્દ્રા ના અધિકાર પ્રોજેક્ટ હેઠળ સેવાકિય સપ્તાહ ની ઉજવણી કરાઈ.

 બિદડા કોમન સર્વિસ સેન્ટર અને ટાટા પાવર - મુન્દ્રા ના અધિકાર પ્રોજેક્ટ હેઠળ સેવાકિય સપ્તાહ ની ઉજવણી કરાઈ.

માંડવી કચ્છ :- ભારત સરકાર ના સંચાર અને સૂચન પ્રોદ્યોગીક મંત્રાલય હસ્તકના  સી.એસ.સી. ઈ- ગવનૅન્સ દ્વારા બિદડા ખાતે કાર્યરત કોમન સર્વિસ સેન્ટર તથા ટાટા પાવર મુન્દ્રાના અધિકાર પ્રોજેક્ટ હેઠળ જમસેદજી ટાટા ના જન્મ દિવસ અંતર્ગત સેવાકિય સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી.આ સેવાકિય સપ્તાહ દરમિયાન ભારત સરકાર તથા ગુજરાત સરકારની વિવિધ સરકારી યોજનાઓ માટે વિવિધ ગામો માં કેમ્પ કરવામાં આવ્યા હતા. 

જેમાં વિવિધ સરકારી વિભાગો અને અલગ અલગ સંસ્થાઓ નો સહયોગ રહ્યો હતો.સરકારી તથા બિનસરકારી યોજનાઓ ને આવરી લેવા પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત, પ્રધાન મંત્રી જન ધન યોજના, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ તથા સુરક્ષા વીમા યોજના, પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધી યોજના, પ્રધાન મંત્રી જન ધન ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટ, બરોડા કે.સી.સી.લોન, અટલ પેન્શન યોજના, અસંગઠિત કામદારો ના કલ્યાણ માટેના ઈ - શ્રમ કાર્ડ અને ઈ - નિર્માણ કાર્ડ, રાજ્ય સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય, કુંવરબાઈનું મામેરૂ યોજના, પ્રધાન મંત્રી ઉજવલ્લા યોજના તથા પ્રધાન મંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન જેવી અલગ અલગ યોજનાઓ માટે કેમ્પ યોજાયેલો હતો. બેંકીંગ, નાણાકીય છેતરપીંડી, આરોગ્ય અને યોજનાકીય માહિતી માટે માર્ગદર્શન અપાયુ હતુ. 

જેમાં મોટી ખાખર, નાની ખાખર, મોટા ભાડીયા, નાના ભાડીયા, ત્રગડી, ત્રગડી બંદર, બાગ, પિપરી, ગુંદિયાલી, બિદડા, વગેરે ગામો માં કેમ્પ યોજાયા હતા. સાથે કચ્છ  મત્સ્યોદ્યોગ વિભાગ ના મિતપુરી અને વિનેશભાઈ, તાલુકા પંચાયત માંડવી, ગ્રામ પંચાયતો, આરોગ્ય કેન્દ્રો,  સાયબર ક્રાઇમ સેલ - ભુજ, સાગર બંદુ પ્રોગ્રામ, સમૃદ્ધિ સેન્ટર - નાની ખાખર, ઉમિયા એચ.પી.ગેસ એજન્સી, એ.સી. ટી. સંસ્થા, BOB બિદડા, ઈ - વિદ્યા, વી.આર.ટી.આઈ. વગેરે  જોડાયા હતા. માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, રાજકીય આગેવાન સુરેશભાઈ સંઘાર, ટાટા પાવર સી.એસ.આર હેડ અતુલભાઈ કરવટકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

જમસેદજી ટાટાના જન્મદિવસ ને ધ્યાન માં રાખીને યોજાયેલા  "સેવાકીય સપ્તાહ - 2023" માં યોજાયેલ વિવિધ કેમ્પોમાં ટાટા પાવર માં કામ કરતા કર્મચારીઓએ સ્વયંસેવકો ની ભૂમિકા ભજવી મદદરૂપ થયા હતા. સાથે ટાટા પાવરના પ્રવીણભાઈ ઉકાણી, અન્નપૂર્ણાબેન, નીરૂબેન, હકુભા ઝાલા વગેરે સહયોગી રહ્યા હતા. કમ્પ્યુટર ઓપરેટરો માં રાજેશ સંઘાર, ઋત્વિક સંઘાર, સોતકભાઈ, રાજેશ વ્યાસ, મુરજી મહેશ્વરી, મનીષ દડગા, લગધીરસિંહ જાડેજા વગેરેએ નોંધણી કરી હતી. 

કમ્પ્યુટર, નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા ટ્રેનિંગ માટે શીતલબેન અને વિપુલભાઈએ પ્રશિક્ષણ પૂરું પાડ્યું હતું.  હીરાબેન ગઢવી, ધનુબેન અને મહેમૂદશા સૈયદે વ્યવસ્થા સંભાળી હતી. કચ્છ સી.એસ.સી. ડી.એમ. પ્રિતેશભાઈએ માર્ગદર્શન પુરુ પાડ્યો. બિદડા સી.એસ.સીના સંચાલક ભરતભાઈ સંઘારે આયોજન પાર પાડ્યું હતું.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain