શેખરણપીર ટાપુ પર મળી આવેલું પેકેટ મોંઘેરું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું

 શેખરણપીર ટાપુ પર મળી આવેલું પેકેટ મોંઘેરું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું


જખૌ પાસે આવેલા દરિયામાંથી અવારનવાર ચરસના પેકેટ મળી આવે છે પણ હવે પ્રથમ વખત ચરસ સિવાયનું ડ્રગ મળી આવ્યું છે. અગાઉ કચ્છ સરહદે ક્યારેય ન મળી આવેલ ડ્રગ મળી આવતા એજન્સીઓ પણ ન ચોંકી ગઈ છે. ગઈકાલે મળી આવેલ શંકાસ્પદ પદાર્થ મેડિકલ ડ્રગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેની કિંમત કરોડોમાં છે. બીએસએફના જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે શેખરણપીર બેટ પર પહોંચ્યા અને ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું ત્યારે શંકાસ્પદ નસીલા પદાર્થની પ્લાસ્ટિકની કોથળી જોવા મળતા તેમાં બોક્સ હતું જેમાં સફેદ કલરનું ક્રિસ્ટલ પ્રકારનું પદાર્થ જોવા મળ્યું હતુ. આ શંકાસ્પદ 1. 6 કિલો પદાર્થ લઈને ટીમ દ્વારા ઉપરી અધિકારીને જાણ કરવામાં આવતા નાર્કોટીક ડિટેક્શન કિટ દ્વારા અકરીમાં પ્રાથમિક પરિક્ષણ કરાયું જેમાં આ પદાર્થ THE FAMILY OF AMHETAMINE હોવાનું જાણવા મળતા સચોટ માટે એફએસએલ પરીક્ષણમાં મોકલવામાં આવ્યું છે. જખૌ મરીન પોલીસને આ ડ્રગ્સનું પેકેટ સોંપવામાં આવ્યું છે.


ઉંઘ ન આવે એના માટે આ ડ્રગનો થાય છે ઉપયોગ એમ્ફેટામાઈનએ સાયકોસ્ટિમ્યુલન્ટ દવાઓ છે, જે મગજ અને શરીર વચ્ચે મુસાફરી કરતા સંદેશાઓને ઝડપી બનાવે છે. જ્યાં વ્યક્તિને ઊંઘવાની અનિયંત્રિત ઇચ્છા હોય તેવી પરિસ્થિતિઓની સારવાર માટે ડૉક્ટરો દ્વારા અમુક પ્રકારના એમ્ફેટામાઇન સૂચવવામાં આવે છે. પરિણામે, તમે વધુ સજાગ અને શારીરિક રીતે સક્રિય રહો છો. કેટલાક લોકો નોકરી પર જાગતા રહેવા અથવા પરીક્ષા માટે અભ્યાસ કરવા માટે એમ્ફેટામાઈનનો ઉપયોગ કરે છે. એમ્ફેટામાઈન ઉત્તેજક દવાઓ છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain