વણ શોઘાયેલ પવનચક્કી કેબલ ચોરી શોઘી કાઢી કેબલ ચોરી કરતી ગેંગને પકડી પાડતી સામખીયારી પોલીસ

વણ શોઘાયેલ પવનચક્કી કેબલ ચોરી શોઘી કાઢી કેબલ ચોરી કરતી ગેંગને પકડી પાડતી સામખીયારી પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ શ્રી જે.આર.મોથલીયા સાહેબ ભુજ કચ્છ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ તેમજ શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓએ કલાક-૨૦/૦૦ થી કલાક-૨૨/૦૦ સુધી ફીલ્ડમાં રહી પેટ્રોલીંગ કરી શરીર સંબઘી તથા મીલક્ત સંબઘી ગુન્હાઓ બનતા અટકાવવા તથા શોઘી કાઢવાની સુચના અન્વયે જે આઘારે શ્રી વાય.કે.ગોહિલ સીની.પોલીસ સબ ઈન્સ્પેકટર સામખીયાળી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન આઘારે જંગી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સીની.પોલીસ સબ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલ સાહેબની બાતમી આઘારે પવન ચક્કી ચોરી ગેંગને પકડી પાડી સામખીયાળી પોલીસ સ્ટેશન ભાગ એ ગુ.ર.નં- ૧૧૯૯૩૦૦૧૨૩૦૦૭૦/૨૦૨૩ આઇ.પી.સી કલમ-૩૭૯,૪૨૭ મુજબનો શોઘી કાઢી આરોપીઓને રાઉન્ડ અપ કરી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ:- (૧)અમરશી ભચુભાઇ કોલી ઉ.વ.૩૧ રહે.ગામ જંગી તા.ભચાઉ (૨) અશુ ઉર્ફે અશોક જીવણભાઇ કોલી ઉ.વ.૨૨ રહે.ગામ જંગી તા.ભચાઉ (૩) મેરા હરજીભાઇ કોલી ઉ.વ.૩૫ રહે.ગામ જંગી તા.ભચાઉ (૪) વીક્રમ તેજાભાઇ કોલી ઉ.વ.૨૫ રહે.ગામ આંબલીયારા તા.ભચાઉ (૫) જીવણ લખાભાઇ કોલી ઉ.વ.૩૦ રહે.ગામ જંગી તા.ભચાઉ (૬) રમેશ રામાભાઇ કોલી ઉ.વ.૩૦ રહે.ગામ જંગી તા.ભચાઉ(૭)લખમણ જીવણભાઇ કોલી ઉ.વ.૨૩ રહે.ગામ જંગી તા.ભચાઉ (૮) અરજણ ઉર્ફે અજય જીવણભાઇ કોલી ઉ.વ.૧૯ રહે.ગામ જંગી તા.ભચાઉ

કબ્જે કરેલ મુદામાલ :- (૧) ચોરીમાં ગયેલ કોપર કેબલ વાયર મીટર-૩૯ કી,રુ.૩૯૦૦૦/- (૨) ચોરીમાં ઉપયોગમાં લીધેલ મો.સાયકલ જી,જે-૧૨એ,બી-૭૨૮૯ કી.રુ.૧૨,૦૦૦/ તથા મોટર સાયકલ નં-જી.જે-૧૨.બી,ઇ-૮૯૬૮ કી,રુ.૧૫,૦૦૦/- (૩) કેબલ કાપવા ઉપયોગમા લીધેલ લોખંડના ઘારીયા નંગ-૨ કી.૦૦/૦૦ તથા આરી પટી નંગ- ૧ કી,રુ.૦૦/૦૦ કુલ મુદ્દામાલ રૂ ૬૬,૦૦૦/- 

આ કામગીરી સીનીયર પોલીસ સબ ઇન્સપેકટર વાય.કે.ગોહિલ સાહેબની સુચનાથી કામગીરીમાં પો.હે.કો.સુભાશચંદ્ર એલ રાજગોર તથા નરેશભાઇ જી રાઠવા તથા પો.કોન્સ ભારુભાઇ વ્યાસ તથા મયુરસિંહ જાડેજા તથા મહીપાલસિંહ જાડેજા સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain