નૃત્ય ભાવનાઓ વ્યક્ત કરવાનું માધ્યમ
આંતરરાષ્ટ્રીય ડાન્સ દિવસ તરીકે 29મી એપ્રિલને ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલે સન 1983માં જાહેર કર્યો હતો. વધુમાં વધુ લોકો નૃત્યમાં જોડાય તેવા ઉદ્દેશ્યને સાર્થક કરવા 29મી એપ્રિલના વિશ્વમાં વિવિધ સ્થળે ડાન્સના કાર્યક્રમો અને વર્કશોપના આયોજનો હાથ ધરાય છે. નૃત્ય માત્ર મનોરંજનનું સાધન નથી તે ભાવનાઓ વ્યકત કરવાનું માધ્યમ છે. નૃત્યકલા ભારતમાં યુગોથી ચાલી આવતી પરંપરા છે. ગુજરાતીઓને ગરબા રમવા માટે ઉંમરનો બાધ પણ નથી નડતો. શાત્રીય નૃત્યે તેનું સ્થાન જાળવી રાખ્યું છે. તે વચ્ચે યુવાનોમાં પાશ્ચાત્યના ફ્રી સ્ટાઇલ, હિપહોપ અને સાલસા જેવા ડાન્સનું ચલણ વધ્યું છે. ફિલ્મોમાં ડાન્સનું ખૂબ જ ચલણ રહ્યું છે. 1994થી 98 દરમ્યાન કચ્છ અને રાજ્યમાં 25થી વધુ ડાન્સના સ્ટેજ શો કરી પુરસ્કાર પ્રાપ્ત કરનારા નખત્રાણા તાલુકાના નેત્રાના 47 વર્ષીય જીતુભાઇ ચારણે ઘણા કલાકારોને માર્ગદર્શન આપ્યું છે. કોઇ પણ ડાન્સરના સ્ટેપની નકલ કર્યા વિના પોતાના નવા સ્ટેપ બનાવવામાં મહારથ? હાંસિલ કરનારા જીતુભાઇ જુનિયર માઇકલ જેકશનના હુલામણા નામે જાણીતા છે. નૃત્યના ઘણા કાર્યક્રમોમાં મહેમાન કલાકાર અને નિર્ણાયક રહી ચૂક્યા છે. 2001માં શત્રક્રિયા બાદ તબીબે ડાન્સ કરવાની ના પાડતાં નૃત્યકાર બનવાનું સ્વપ્ન અધૂરું છોડી હાલ રંગકામ અને ચિત્રકામ થકી આર્થિક ઉપાર્જન કરે છે. '
Post a Comment