ભચાઉ માં વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરાઈ

 ભચાઉ માં વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરાઈ.

        


આજ રોજ ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સીહ  ના માર્ગદશન હેઠળ ભચાઉ માં લાયન્સ નગર મધ્યે ૭ મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી અંતર્ગત જન જાગૃતિ કરાઈ હતી. 

ડબ્લ્યુ.એચ.ઓ. દર વર્ષે ૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે એક થીમ સાથે ઉજવે છે. આ વર્ષ ની થીમ છે " હેલ્થ ફોર ઓલ " તમામ ને માટે આરોગ્ય થીમ સાથે ઉજવાઈ રહી છે જે અંતર્ગત જન જાગૃતિ અર્થે એડોલેશન હેલ્થ ડે કાર્યક્રમ રાખવામાં આવેલ.

     

જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી એ  પહેલું સુખ તે જાતે નર્યા આપણે આપણા આરોગ્ય ની કાળજી કેમ રાખવી જોઈએ તેના વિષે વિસ્તૃત માહિતી આરોગ્ય લક્ષી યોજનાઓ આયુષમાન કાર્ડ, આભા આઈ.ડી, શાળા આરોગ્ય, રસીકરણ, ટી.બી.મુક્ત ભારત ૨૦૨૫ . વાહક જન્ય રોગ અટકાયતી પગલાંઓ વિશે  માહિતી આપી હતી. એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર એ ન્યુટ્રીશન તેમજ આઈ. એફ. એ ગોળી વિષે સમજાવ્યું હતું.

      


જેમાં દરેક કિશોર તેમજ કિશોરી નું એચ.બી ચેક કરવા માં આવ્યું હતું. જેમાં 40 જેટલાં કિશોર કિશોરી એ હાજરી આપી હતી. તેમજ તેમના માતા પિતા પણ હાજર રહ્યા હતા. જેમાં આરોગ્ય ની કાળજી કેમ રાખવી તે વિષય પર વકૃત્વ સ્પર્ધા રાખવા માં આવી હતી. જેમાં વિજેતા કિશોર કિશોરી ને પ્રોત્સાહન ઇનામ આપવા માં આવ્યું હતું.અંત માં નાસ્તો આપી ને કાયક્રમ ને પૂર્ણ કર્યો હતો. આ કાર્યકમ ને સફળ બનાવવા આશા વર્કર મણીબેન એ સાથ સહકાર આપ્યો હતો - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain