કચ્છ અંજાર પોલીસની નું પોલ ખોલી નાખતી ગાંધીનગર પોલીસ દારૂ કન્ટેનર પકડીને દબોચી લેતા અંજાર પોલીસની આબરૂ ધૂળધાણી

 કચ્છ અંજાર પોલીસની  નું પોલ ખોલી નાખતી ગાંધીનગર પોલીસ દારૂ કન્ટેનર પકડીને દબોચી લેતા અંજાર પોલીસની આબરૂ ધૂળધાણી 

ગાંધીનગર એસ. એમ. સી. એ અંજારના પ્રખ્યાત બુટલેગર ૫૦ લાખનો દારૂ ઉતારી ને સગેવગે કરાય તે પહેલાં કન્ટેનર ઝડપી પાડ્યો.

પુર્વ કચ્છ પોલીસ ઊંઘતી રહી ને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે અંજાર પાસેથી ૫૦ લાખની કિંમતની દારૂ - બિયરની ૧૦૦૦થી વધુ પેટી ભરેલી ટ્રક પકડી પાડી છે. પંજાબથી લાવવામાં આવેલો દારૂનો જથ્થો ગાંધીધામ - મુન્દ્રા વચ્ચે કટિંગ કરવા લઈ જવામાં આવતો હોવાની પ્રાથમિક વિગતો મળી હતી, ગાંધીનગર ડીજીપી સ્કવોડના પીએસઆઈ આઈ. એસ. રબારી અને એમની ટીમ સચોટ પાક્કી બાતમીના આધારે પીછો કરીને ટ્રક ને અંજારના વીડી ગામની રોડ પર પકડી પાડ્યો હતો.

અગાઉ જ્યારે આંકડા જુગાર પર SMC એ સફળ રેડ કરી હતી ત્યારે અંજાર પોલીસ સ્ટેશનના કેટલાક અધિકારીઓની બદલી કરવામાં આવી હતી હવે આટલી મોટી સંખ્યામા અંગ્રેજી દારૂનું આખું કન્ટેનર ઝડપાતા પૂર્વ કચ્છ એસ. પી. સાહેબ શું કાર્યવાહી કરશે ?

અંજાર પોલીસ સ્ટેશનની 500 મીટરની હદમા ઇન્ડિયન પેટ્રોલ પંપ ત્રણ રસ્તે ખુલ્લેઆમ વેચાતા રામલાના અંગ્રેજી દારૂ પર પણ SMC ત્રાટકે તેની રાહ અંજાર વાસીઓ જોઈ રહ્યા છે, ઉપરાંત લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે સ્થાનિક પોલીસ રામલાના પોઇન્ટથી અજાણ છે કે અજાણ બની રહી છે ?

0/Post a Comment/Comments

Stay Conneted

Domain