દાંતા સિવિલ હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ની ઉભેલી ગાડી પર પથ્થરમારો

 દાંતા સિવિલ હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ની ઉભેલી ગાડી પર પથ્થરમારો

બનાસકાંઠા જિલ્લા નો દાંતા તાલુકો એક પછાત અને આદિવાસી બહુ સંખ્યા ધરાવતો તાલુકો છે. તો દાંતા તાલુકામાં ઘણીવાર અસામાજિક તત્વો દ્વારા કોઈપણ અપરાધિક ગતિવિધિઓ કરતા હોય છે. જેને લઈને પોલીસ દ્વારા ગુનાહિત પ્રવતીઓ ને રોકવા માટે કડક કાર્યવાહી કરવા મા આવતી હોય છે. દાંતા તાલુકો વધુ મથક હોવા ના કારણે તમામ સરકારી કચેરીઓ દાંતા ખાતે આવેલી છે. ત્યારે તાલુકા માં વસવાટ કરતા લોકોના તમામ સરકારી કામકાજો ના નિરાકરણ દાંતા ખાતે થતા હોય છે.  ગઈ રાત્રે દાંતા  સિવિલ હોસ્પિટલ ખાતે કામગીરી કરતા મેડિકલ ઓફિસર ની ગાડી પર પથ્થરમારો થતા સમગ્ર મામલે ચચકાર મચી જવા પામ્યો છે.

દાંતા  ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ માં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર બી.એચ. ચારણ ની ગાડી પર કોઈ અજાણ્યા વ્યક્તિએ પથ્થરમારો કર્યો છે. ગઈ રાત્રે મેડિકલ ઓફિસર ની સ્વિફટ ગાડી GJ24 K 2573 જે રાત્રિના સમયે તેમના કોટર્સ આગળ પડી હતી. તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની ઉભેલી ગાડી પર આગળના કાચ અને પાછળના કાચના ભાગે પથ્થરમારો કર્યો હતો. ત્યારે ગાડી ને નુકશાન પહોંચતા દાંતા સિવિલ હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર બી.એસ.ચારણ દ્વારા આજે દાંતા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવા મા આવી છે.જેમાં ગાડી પર હમલા ની કોઈ વાત કરવા મા આવી નથી. ત્યારે દાંતા પોલીસે અરજી ના આધારે આગળની તપાસ હાથ ધરી છે - રિપોર્ટ-જીતેન્દ્ર સોલંકી દાંતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain