જૂનાગઢ મસ્જિદના ટ્રસ્ટની જમીન મામલે હથીયાર વડે જીવલેણ હુમલો

જૂનાગઢ મસ્જિદના ટ્રસ્ટની જમીન મામલે હથીયાર વડે જીવલેણ હુમલો

ગોરીપીરની મસ્જિદની ટ્રસ્ટની જમીન બાબતે અગાઉથી અદાવતો ચાલતી હતી  હથીયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ગુનો નોંધાયો 

જૂનાગઢ ગોરીપીર મસ્જિદની ટ્રસ્ટની જમીન બાબતે ત્રણ શખ્સો દ્વારા મહોમદ હનીફ બાબા મજીદભાઈ કુરેશી સિપાઈ પર હુમલો થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાવું પડ્યું હતું જ્યાંથી તેમણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ માં જણાવ્યા  મુજબ ભોગ બનનાર પોતે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોય રાતના સાડા અગિયારેક વાગ્યાના સુમારે મિત્ર સાથે ફોર વ્હિલ લઈને ફિલિપ્સ હોટલે ચા પીવા ગયા અને પરત ગોરી પીરની મસ્જિદના ચોકમાં આવ્યા હતા ત્યારે ફરિયાદી મહોમદ હનીફ બાબા મજીદભાઈ કુરેશી ફોરવીલમાંથી ઉત્તરીને મોર્ડને પાનની દુકાન પાસે માવો ખાતા હતા. ત્યારે તે જ વિસ્તારમાં રહેતા સાજીદ મહંમદ હુસૈન હાલા, અયાન સાજીદ હાલા,અને અકતર કમાલ સમરેલીયા, અને સોહિલ પટણી, રહે. બધા ગોરીપીર મસ્જીદ પાસે જૂનાગઢ ચારે શખ્શો એ જીવલેણ હુમલો કર્યો હતો.

સાજીદ તથા અકતર પાસે લોખંડના પાઇપ અને અયન પાસે ભાલો હતો અને આ ચારેય જણ ભૂંડી ગાળો આપી ઉપરાંત છરીના ઘા મારવા લાગ્યા હતા. ત્યારે ધર્મગુરુ સફીમીયા સૈયદ અલીગીષા કાદરી બચાવવા વચ્ચે પડતા તેમને પણ ત્રણેય ઈસમોએ પાઇપ વડે માર મારેલ ત્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા .

જ્યાંથી તેમણે પોલીસને પોતાની ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ગોરીપીરની મસ્જિદની ટ્રસ્ટની જમીન ફરિયાદીના ધર્મગુરુ સફી બાપુની પૂર્વજોની માલિકીની હોય અને આ જમીનમાં હુમલાખોરોએ કબજો કરી લેતા ધર્મગુરુને ભોગ બનનાર મદદ કરતા હોય જેનો ખાર રાખી ઉપરોક્ત ચારેય ઈસમોએ મેટરમાંથી હટી જવાનું કહી આ હુમલો કર્યાની ફરિયાદ સી, ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ હનીફ બાબા મજીદભાઈ કુરેશીએ નોંધાવી હતી - રીપોર્ટ બાય - શૈલેષ પટેલ જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain