બંધડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.

 બંધડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.

કચ્છ જિલ્લાની ભચાઉ તાલુકાની બંધડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ અને ધોરણ 8 નો વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરુઆત પધારેલ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને કરી હતી. પધારેલ મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.  

કાર્યક્રમમાં બંધડી ગામના માજી. સરપંચશ્રી અને કિસાન સંઘના સદસ્યશ્રી પરબતભાઈ ચાવડા, માજી સરપંચશ્રી રણછોડભાઈ ચાવડા, ખારોઈ ગુપ શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચાવડા, ખારોઈ સી.આર.સી. કો. ઓ શ્રી હસમુખભાઈ રાવળ, ભચાઉ તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ શામજીભાઈ વરચંદ, RSM સંગઠન મંત્રી ચંદ્રેશભાઈ જોષી અને ગામના વડીલો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકોએ વિવિધ રાસ, ગરબા, અને ડાન્સ દ્વારા કાર્યક્રમને દીપાવ્યો હતો. પધારેલ મહેમાનોએ ધોરણ 8 ના બાળકને આગળના અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી.  શાળાના તમામ શિક્ષકો મહેશભાઈ પરમાર, કામિનીબેન ચાવડા, દિપીકાબેન પટેલ દ્વારા કાર્યક્રમની તૈયારીમાં ખૂબ મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે શાળાનો વાર્ષિક અહેવાલ અને આભારવિધિ શાળાના આચાર્યશ્રી અનિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી ધર્મેન્દ્રભાઈ મેમકિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain