ગુજરાત રાજ્યની અમદાવાદ ખાતે ચાલી રહેલી રાયફલ અને પિસ્ટલ ટુર્નામેન્ટમાં સમગ્ર કચ્છ માંથી એકમાત્ર દીકરી એ ભાગ લઈ અને આર્મ્સ પિસ્ટલમાં ગોલ્ડ મેડલ મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું

 ગુજરાત રાજ્યની અમદાવાદ ખાતે ચાલી રહેલી રાયફલ અને પિસ્ટલ ટુર્નામેન્ટમાં સમગ્ર કચ્છ માંથી  એકમાત્ર દીકરી એ ભાગ લઈ અને આર્મ્સ પિસ્ટલમાં  ગોલ્ડ મેડલ મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું

ભારતની નારીશક્તિઓ હવે સશક્ત બની છે જે નારીશક્તિઓ ઘર થી બારે નીકળી ને વિવિધ ક્ષેત્રોમાં પોતાના સ્કીલ અને પ્રયાસોના માધ્યમથી પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી રહી છે ત્યારે રાયફલ અને પિસ્ટલ જેવા સ્પોર્ટ્સ ના ક્ષેત્રો માં પણ નારીશક્તિ પુરુષ સમોવડી બની છે. જેમનું એક ઉતમ ઉદાહરણ આપણે અહી જોઈ શકીએ છીએ 

ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિયેશન દ્વારા 21 થી 23 એપ્રિલ ના સ્પોટ્સ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું એમ બે દિવસ જુદાં જુદાં ઇવેન્ટ યોજવામાં આવેલ હતા જેમાં રાયફલ અને પીસ્ટલ ની ટુર્નામેન્ટ ગોઠવવામાં આવી હતી અને આર્મ્સ  માં 25મીટર અને .22 સ્પોર્ટ્સ પીસ્ટલ વુમન્સ કેટેગરી રાખવામાં આવી હતી. 

આર્મ્સની 25 મીટર.22 સ્પોર્ટ્સ પિસ્તોલ શૂટિંગ ટુર્નામેન્ટ મહિલા વ્યક્તિગત કેટેગરી માં ગુજરાત માંથી સ્પર્ધકો જોડાયા હતા જેમાંથી સમગ્ર કચ્છ માંથી માત્ર એક દીકરી જે મુંદરા ના જીજ્ઞા રાવલે એ આ સ્પોર્ટ્સ માં ભાગ લીધો હતો અને જેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આમ અગાઉ વિવિધ રાજયકક્ષા ની રાયફલ અને પીસ્ટલ ટુર્નામેન્ટ માં ગોલ્ડ અને  સિલ્વર  મેડલો મેળવી ચૂક્યા છે જીજ્ઞા રાવલે કહ્યું હતું કે છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ પ્રેક્ટિસ કરી ખૂબ મહેનત કરી રહ્યા છે અને ગુજરાતમાં જે  ટુર્નામેન્ટ યોજાય છે તેમાં ભાગ લઈ ને ઘણાં મેડલો હાંસિલ કરેલા છે અને હાલ તેઓ નેશનલ લેવલ પર માટે તૈયારીઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં મુંદરા ખાતે મુંદરા રાયફલ એકેડમી પણ શરૂ કરેલી છે જેમાં મહિલાઓ અને પુરુષોને રાયફલ અને પીસ્ટલ ની તાલીમ આપવામાં આવે છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain