મોઢવાના સાગર તટે પાંચથી છ કાચબાના મોત

 મોઢવાના સાગર તટે પાંચથી છ કાચબાના મોત

માંડવીના મોઢવાના દરિયા કિનારે પાંચથી છ કાચબાના મોત થતાં તેનું કારણ જાણવા વન વિભાગ હરકતમાં આવ્યો હતો. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરીને સત્ય વિગતો બહાર લાવવા કેટલાક જીવદયા પ્રેમીઓની સાથે કોંગ્રેસે માગ કરી હતી. એક સાથે પાંચ-છ કાચબાના મોત થતાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખેરાજ એન. રાગે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને પત્ર લખીને પોસ્ટમોર્ટમ કરાવીને સત્ય બહાર લાવવા અનુરોધ કર્યો હતો. વન વિભાગ દ્વારા ઇંડાના રક્ષણ માટે પાંજરા મુકાયા છે

જેમાં અવરોધ કરનારા સામે લાઇફ પ્રોટેક્શન એક્ટ તળે કાર્યવાહી કરાશે તેવો નોટિસ લગાવાય છે તેનાથી સંતોષ ન માનીને મૃત કાચબા મળ્યા છે તેના માટે કોઇ જવાબદાર ઠરે તો કાર્યવાહી કરવામાં આવે તેવી માગ અરવિંદસિંહ જાડેજાએ કરી હતી. દરિયાઇ જીવસૃષ્ટિ પર પીએચડીની પદવી માટે ચાર વર્ષથી અભ્યાસ કરતાં માનસીબેન સુરેશગિરિ ગોસ્વામીએ કહ્યું હતું કે, આ પ્રકારના મોત માટે જાગૃતિ વિષયક અભિયાન છેડવું જોઇએ. મોઢવમાં મૃત કાચબા મળતાં વન વિભાગની ટીમ માંડવી, ત્રગડી અને મોઢવાના સાગરકાંઠે ફરી વળી હતી અને જો વધુ અવશેષો મળશે તો પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાશે તેમ આરએફઓ એમ. આઇ. પ્રજાપતિએ જણાવ્યું હતું.

મોટા ભાગના મોત કુદરતી માંડવી અને મુન્દ્રાના દરિયાઇ વિસ્તારમાં મોટા ભાગે બીમારી અથવા માછલી પકડવાની જાળમાં ફસાઇ જવા સહિતના કારણોસર કાચબા મોતને ભેટતા હોવાનું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું છે તો કેટલાક કિસ્સામાં અકસ્માતે પણ મોત થાય છે તેમ વન વિભાગના અધિકારી મેહુલભાઇએ જણાવ્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain