રાપર શહેર ને નવું ફિડર નું ધારાસભ્ય ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

 રાપર શહેર ને નવું ફિડર નું ધારાસભ્ય ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું 

રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર માં વીજ સમસ્યાના નિરાકરણ માટે  રાજ્ય સરકાર ના પીજીવીસીએલ દ્વારા એક મહિના પહેલા નવું ફીડર, ચાર નવા ટ્રાન્સફોર્મર, ત્રણ કિલોમીટર નવી વિજ લાઈનો નાખવામાં આવી છે.  આ નવા ફીડરનું આજે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સુવિધાથી વીજળીની સમસ્યા દૂર થશે .  આગામી સમયમાં રાપર શહેર તાલુકો વીજ સમસ્યા મુક્ત બનશે.  તેમ કહીને, શહેરમાં નવા ફીડરો સાથે લો વોલ્ટેજ વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા ભૂતકાળ બની જશે.   


શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા  શહેર મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા, સુધરાઈ માજી પ્રમુખ હઠુભા  સોઢા, ભીખુભા સોઢા, , કેશુભા વાઘેલા, વિનુભાઈ થાનકી, જશવતીબેન મહેતા, પ્રદિપસિંહ સોઢા,  તાલુકા પંચાયતના માજી પ્રમુખ જયદિપસિંહ જાડેજા, ડોલરરાય ગોર, નિલેશ માલી , એસટીના ડેપો મેનેજર જે.પી.  જોષી, પીજીવીસીએલ ના નાયબ કાર્યપાલક ઈજનેર એ.બી.પ્રજાપતિ, જુનિયર ઈજનેર  પટેલ, તથા પીજીવીસીએલનો સ્ટાફ વગેરે ફીડરના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.  

અવારનવાર વિજ સમસ્યા અંગે આગેવાનો અને લોકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા એ સરકારના ઉર્જા મંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે  રાપર શહેરને નવી માળખાકીય સુવિધા ની તાત્કાલિક જરુરીયાત છે ત્યારે આજે રાપર શહેર ને અલગ અલગ ફિડરો દ્વારા વિજ પુરવઠો આપવા માટે નો લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો તદ્ઉપરાંત મોડા ફિડર ના ફતેહગઢ ગામે બે નવા બે  ટ્રાન્સફર નું લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain