એમ્બ્યુલન્સ ને નડ્યો અકસ્માત દાંતા હાઇવે માર્ગ પર એમ્બ્યુલન્સ ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત, સદનસીબે જાનહાની ટળી

એમ્બ્યુલન્સ ને નડ્યો અકસ્માત દાંતા હાઇવે માર્ગ પર  એમ્બ્યુલન્સ ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત, સદનસીબે જાનહાની ટળી

દાંતા તાલુકા મા હજી પણ અકસ્માત નો સિલસિલો યથાવત છે. ત્યારે આજે દાંતા ના હાઇવે માર્ગ પર રોડની સાઈડ ડિવાઇડર સાથે એમ્બ્યુલન્સ અથડાતા અકસ્માત સર્જાયો હતો. દાંતા તાલુકા માં મોટાભાગ નો માર્ગ ઢલાંગ અને પહાડી વિસ્તારો હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે.ત્યારે આજે એમ્બ્યુલન્સ ને પણ અકસ્માત નડ્યો હતો.

એમ્બ્યુલન્સ રાજસ્થાન માં દર્દી ને પરત મૂકી આવતા દાંતા જોડે રોડ ની સાઈડ ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનબીએ એમ્બ્યુલન્સ ના અકસ્માત માં જાનહાની ટલી હતી. આજે બપોરે GJ 08 au 9539 નંબરની innova કાર જે એમ્બ્યુલન્સ હતી તેનો દાંતા ના હાઇવે માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. ત્યારે એમ્બ્યુલન્સ મા સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain