હવે વીજળી માટે પણ કરવું પડશે રિચાર્જ, ગુજરાતમાં આ વિસ્તારથી થશે શરૂઆત

 હવે વીજળી માટે પણ કરવું પડશે રિચાર્જ, ગુજરાતમાં આ વિસ્તારથી થશે શરૂઆત

હાલમાં આપણે વીજળીના વપરાશ બાદ એક કે બે મહિને લાઇટ બિલ ભરતા હોઈએ છીએ, પરંતુ હવે આગામી સમયમાં એવી ઝંઝટ જ પતી જશે, બિલ ભવાની સિસ્ટમ જ નીકળી જશે અને જેમ આપણે મોબાઇલમાં રિચાર્જ કરીએ છીએ એવી જ રીતે લાઇટ માટે પણ રિચાર્જ કરવું પડશે. તેમાં એડવાન્સમાં રિચાર્જ પણ કરી શકાશે અને જો મધરાતે તમારી લાઇટનું રિચાર્જ પૂરું થઇ ગયું તો પણ તમે તેને રિચાર્જ કરીને ફરીથી ચાલુ કરી શકશો. સ્માર્ટ મીટરનો વિચાર કેન્દ્ર સરકારનો છે.

વીજ બિલના રિચાર્જ માટે પણ મોબાઈલની જેમ અગાઉથી એલર્ટ મળતું રહેશે. કોઈ ગ્રાહક ઈચ્છે તો એક દિવસથી લઈને એક વર્ષ સુધીનું અંદાજિત રિચાર્જ કરી શકશે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવમાં આવ્યા છે અને સંચાલન પણ સારી રીતે ચાલી રહ્યું છે. PGVCL અંતર્ગત આવતા તમામ વિસ્તારોમાં ડિસેમ્બર 2023 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.

સાથે જ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ગ્રાહકો એ જાણી શકશે કે તેમનું રિચાર્જ કેટલું રહ્યું છે. દર કલાકે, દર 5-6 કલાકે કેટલો વપરાશ થયો તેની જાણકારી મળતી રહેશે. PGVCLના MDનો દાવો છે કે, આ માહિતીના કારણે વીજ વપરાશ ઓછો થશે અને વીજ ચોરીની ઘટનાઓ પર પણ અંકુશ લાગશે. PGVCLના MD વરુણ બરંદવાલે જણાવ્યું કે, મોબાઈલ કે D2Hની જેમ જ ગમે ત્યારે રિચાર્જ કરી શકાશે. રિચાર્જ પૂરું થયા બાદ પણ થોડો સમય વીજળી વાપરવા મળશે.

વીજ બિલના રિચાર્જ માટે પણ મોબાઈલની જેમ અગાઉથી એલર્ટ મળતું રહેશે. કોઈ ગ્રાહક ઈચ્છે તો એક દિવસથી લઈને એક વર્ષ સુધીનું અંદાજિત રિચાર્જ કરી શકશે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવમાં આવ્યા છે અને સંચાલન પણ સારી રીતે ચાલી રહ્યું છે. PGVCL અંતર્ગત આવતા તમામ વિસ્તારોમાં ડિસેમ્બર 2023 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain