બાળકોને મનાવવા - પટાવવા - ફોસલાવવા માટે તરત મોબાઈલ આપવાની ભૂલ ના કરીએ

 બાળકોને મનાવવા - પટાવવા - ફોસલાવવા માટે તરત મોબાઈલ આપવાની ભૂલ ના કરીએ

સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મનાવાયો લવલી એજ પ્લે સ્કૂલનો પ્રથમ ગ્રેજ્યુએશન ડે

આદિપુર : લવલી એજ પ્લે હોઉસ અને નર્સરીના નાના નાના ભૂલકાઓ એ રેમ્પ વોક,  પ્રાર્થના, નૃત્ય રજુ કરી ગ્રેજ્યુએશન ડે ઉજવ્યો હતો. પોતાના બાળકોને પ્રથમ જ વખત મંચ પર શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુતિ આપતાં જોઈ વાલીઓ પણ આનંદિત થઈ ગયા હતા.   

પ્રારંભમાં બાળ શિવાંશ વાડોર દ્વારા શ્લોક અને મંત્રો ગાઈ કાર્યક્રમનો આરંભ થયો હતો અને વિવિધ પોશાકોમાં બનીઠનીને આવેલા બાળકોએ આત્મવિશ્વાસથી ભરપુર રેમ્પવોક કરી ઉપસ્થિત સમુદાયનું મન જીતી લીધું હતું. ચાર વર્ષના વેદ અભાણીએ વિષય અનુરૂપ વસ્તુઓનો ઉપયોગ કરી વાર્તા કહી શ્રોતાઓને અચંબીત કરી દીધા હતા તો ત્રણ વર્ષની રિહાના શર્માએ પોતાના નૃત્યથી સૌનું મન મોહી લીધું હતું

કાર્યક્રમના અતિથી તરીકે એચ. આર. ગજવાની બી.એડ કોલેજના પ્રધાનાચાર્ય શ્રીમતી તુલના શર્મા રહ્યા હતા. એમની સાથે દીપ પ્રાગટ્યમાં મયુરસિંહ જાડેજા, જે. જે. પરમાર અને મરિયમ પરમાર રહ્યા હતા.

સંયુક્ત કુટુંબ, જોબ કરતી ગૃહિણી, માતા પિતાની જવાબદારી અને ફરજ આ વિષયો ઉપર લવલી એજના ફાઉન્ડર મીનાક્ષીબા જાડેજા, સોનલ પરમાર અને કૌશલ છાયાએ પ્રકાશ પડ્યો હતો તો અતિથી તુલના શર્માએ બાળકોને બહુ નાની ઉમરમાં જ મોબાઈલ આપી, બહુ મોટી ભૂલ ના કરવા જણાવ્યું હતું.

તમામ બાળકોને ગ્રેજ્યુએશન પ્રમાણપત્ર અને વર્ષ દરમિયાન કરેલી પ્રવૃતિઓની કીટ એનાયત કરાઈ હતી.વાલીઓ તરફથી લવીના - વિશાલ અભાની, અમિત લખાની, ડાહ્યાબેન સોરઠીયા, શિવા પાઠક, હર્ષા સહાનીએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા નંદીની દરજી, ભૂમિ ઠક્કર, સીમા ચાવડા, સેજલ પટેલ, સ્વાતિ ઘુઆ, ખીરાબ્ધી દીક્ષિત,  દક્ષ છાયા, હેમાંગી જેઠવા, રિવા ઠક્કરએ જહેમત ઉઠાવી હતી









0/Post a Comment/Comments

Stay Conneted

Domain