પશ્ચિમ બંગાળ થી અપહરણ થયેલ કિશો૨ીને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા, તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી મીસીંગ બાળકોને શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય પતિરામ પોલીસ સ્ટેશન પશ્ચિમ બંગાળ ખાતે એફ.આઈ.આર. નં. ૫૭/૨૩ ઈ.પી.કો.ક. 393 મુજબનો ગુનો તા.૦૬/૦૪/૨૩ ના રોજ કિશો૨ી ઉ.વ. ૧૬ અપહરણ થયા અંગેનો ગુનો દાખલ થયેલ જેથી પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા શક્તિ વાહીની મારફ્તે અત્રે ઇ-મેઇલ દ્વારા ભોગ બનનાર કિશોરી ગાંધીધામ વિસ્તારમાં હોવાનુ જણાવતા શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સપેકટરશ્રી વી.આર.પટેલ તથા એલ.સી.બી. ટીમ ગાંધીધામ વિસ્તારમાં આવેલ સંઘવી ટીમ્બર તપાસ કરતા અપહરણ થના૨ કિશો૨ી તથા એક કિશોર બંને જણા ટ્રાવેલ્સમાં બેસી પશ્ચિમ બંગાળ બાજુ જવા રવાના થયેલ હોવાની હકીકત મળતા આ લોકો કઈ ટ્રાવેલ્સમાં ગયા છે તે બાબતે તપાસ કરી તાત્કાલીક ક્રિષ્ના ટ્રાવેલ્સનાં ડ્રાઇવરનો સંપર્ક કરી ભચાઉ પાસે ઉભી રખાવી અપહરણ થયેલ કિશો૨ી તથા કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર બંને મળી આવેલ જેથી બંનેનો કબ્જો મેળવી પશ્ચિમ બંગાળ પોલીસ ને આ બંનેનો કબ્જો મેળવવા માટે જાણ કરવામાં આવેલ છે.
આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેકટર વી.આર.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
Post a Comment