હાઇવે પર ઓવર સ્પીડ વાહનો લેસર ગનથી પકડાશે

 હાઇવે પર ઓવર સ્પીડ વાહનો લેસર ગનથી પકડાશે

રાજ્યભરમાં હાઇવે તેમજ શહેરમાં બેફામ ઓવર સ્પીડ વાહનોની ઉપર પગલા લેવા માટે સ્પીડ લેશર ગનની ફાળવણી કરી છે. સુરત જિલ્લામાંથી બે આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે અને આ હાઇવે પર પણ જીવલેણ અકસ્માત થઈ રહ્યા છે. જેના પગલે આવા વાહન ચાલકો ઉપર સ્પીડ લેસર ગનના માધ્યમથી દંડની કાર્યવાહી કરવાની જવાબદારી જિલ્લા ટ્રાફિકની પોલીસ સોંપવામાં આવી છે.

સુરત જિલ્લામાંથી પસાર થયા ને હા. 48 અને 53 પર અકસ્માતનું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને ને. હા. 48 પર મુંબઈ થી દિલ્હીને જોડતો રાષ્ટ્રિય ધોરી માર્ગ હોઈ જેના પર વાહન વ્યવહાર પણ વધુ રહે છે અને અકસ્માતનો બનાવ પણ વધુ બને છે એ હાઇવે ઉપર બેફામ ચાલતા વાહનો સામેં સ્પીડ લેસર ગનનો ઉપયોગ કરી વાહન ચાલકોને સ્થળ પર જ દંડ કરવામાં આવશે.

આ સિવાય પણ જો કોઈ વાહન ચાલક ભાગી છૂટે તો તેવા વાહન ચાલકોને ઈ ચલણ થકી દંડ ભરવાનો રહેશે સ્પીડ લેસર ગનથી હાલ જિલ્લા ટ્રાફિક પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે અને જિલ્લામાં જે તે હાઇવે ઉપર નિર્ધારિત સ્પીડ મુજબ વાહન ચાલકો વાહન ચલાવતા ના હોઈ તેવા વાહન ચાલકોને દંડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain