રાપર સહિત વાગડ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદ ની ઉજવણી કરવામાં આવી

 રાપર સહિત વાગડ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદ ની ઉજવણી કરવામાં આવી

રાપર મુસ્લિમ સમાજ નો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં આજે રમઝાન ઇદ ની ઉજવણી કરવામાં આવી હતી વાગડ વિસ્તારમાં મુખ્ય મથક રાપર સલારી નંદાસર નિલપર ચિત્રોડ આડેસર ફતેહગઢ ગાગોદર પલાંસવા ટગા વિજાપુર સહિત ના ગામો મા મુસ્લિમ સમાજ ના ભાઈઓ અને બહેનો એ રમઝાન ઇદ ની ઉજવણી કરી હતી જેમાં એક બીજા ને ઈદ મુબારક ની શુભેચ્છાઓ પાઠવી હતી

રાપર શહેર ના જુમા મસ્જિદ ખાતે થી નિકળી મુસ્લિમ બિરાદરો એ આંઢવાળા તળાવ પાસે આવેલ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી હતી આ સમયે મુસ્લિમ સમાજ ના આગેવાનો સૈયદ અનવરશા બાપુ હાજીભાઈ ખાસકેલી રમઝાન મહિડા લાલમામદ રાઉમા ઇસ્માઇલભાઈ પણકા જાનખાન બલોચ રસુલ ભાઈ કુતુબશા શેખ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા 

રાપર પોલીસ દ્વારા પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ જી બી માજીરાણા પીએસઆઇ આર આર આમલીયાર કમલેશ ચાવડા મુકેશ ઠાકોર નરેશ ઠાકોર મહેશ પટેલ મુકેશ સિંહ રાઠોડ ભાઉભા સોઢા બાબુભાઈ કારોત્રા સામજીભાઈ આહિર સહિત ના પોલીસ કર્મચારીઓ એ બંદોબસ્ત જાળવ્યો હતો રાપર શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા ભાઈચારાની ભાવના સાથે આજે રમઝાન ઇદ પરશુરામ જયંતી અખા ત્રીજ ની ઉજવણી કરવામાં આવી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain