ગુજરાત પોલીસમાં 7000 જગ્યાઓમાં ભરતી થશે: HCમાં સરકારનો જવાબ

ગુજરાત પોલીસમાં 7000 જગ્યાઓમાં ભરતી થશે: HCમાં સરકારનો જવાબ

પોલીસ વિભાગ પર વધતાં કામના ભારણને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ હતી. આ અરજીના અનુસંધાને ગુજરાત સરકારે આજે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં 20 હજાર કરતા વધુ જગ્યાઓ ખાલીપડી છે. આગામી દિવસોમાં 7 હજાર જગ્યાઓની ભરતી કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ કરી રાજ્ય સરકારે કહ્યું હતું કે, પોલીસ ખાતામાં ભરતી મુદ્દે સરકાર ગંભીર છે અને આગામી દિવસમાં પોલીસ ખાતામાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ જનહિત અરજી પર હવે ઓગસ્ટ મહિનામાં હાઇકોર્ટમાં વધુ સુનાવણી થશે. થોડા સામે પહેલા ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પોલીસ વિભાગ પર કામનો બોજો વધી રહ્યો છે અને તેની સામે સ્ટાફની સંખ્યા ઓછી છે. આ બાબતે હાઇકોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો હતો. આજે રાજ્ય સરકારે એફિડેવિટ કરી પોતાનો જવાબ રજૂ કર્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain