સુરત પોલીસને મોટી સફળતા, 70થી વધુ ગુના આચરનારી ખૂંખાર ચીકલીગર ગેંગના 2 સાગરિતોની ધરપકડ

 સુરત પોલીસને મોટી સફળતા, 70થી વધુ ગુના આચરનારી ખૂંખાર ચીકલીગર ગેંગના 2 સાગરિતોની ધરપકડ

મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ લૂંટ, ઘરફોડ ચોરી, ખૂનની કોશિશ, અપહરણ, પોલીસ પર હુમલો છેડતી, પોલીસ જાપ્તામાંથી ફરાર તથા મારામારી જેવા 70થી વધુ ગંભીર ગુનાઓ આચરનાર રીઢા અને ખૂંખાર ચીકલીગર ગેંગના બે ઇસમોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, બાઈક તેમજ ચોરી કરવા માટેના સાધનો મળી કુલ 10.16 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.તેમજ સુરતના ખટોદરા અને ઉધના પોલીસ મથક મળી 5 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.સુરતમાં ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી કરનાર ચીકલીગર જેવા ઈસમો સોનું તથા ચાંદી વેચવાની પેરવીમાં એક બાઈક લઈને ખટોદરા ગાંધી કુટીર કચરા પ્લાન્ટ ખાડી રોડ પાસેથી પસાર થનાર છે.

આ બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી વોચમાં હતા. આ દરમિયાન બંને ઈસમો આવતા પોલીસે તેઓને રોકવાનો ઈશારો કરતા બંને ઈસમોએ પોલીસને જોઇને બાઈક પુરપાટ ઝડપે હંકારી હતી. જેથી પોલીસે ફિલ્મી ઢબે તેઓનો પીછો કરતા આરોપીઓની બાઈક સ્લીપ થઇ જતા બંને ઈસમો ફંગોળાઈ ગયા હતા. જેમાં એક ઈસમને પોલીસે ત્યાં જ ઝડપી પાડ્યો હતો, જયારે બાઈક પર બેસેલો ઇસમ ભાગવા જતા થોડે દૂર ઉભેલા પોલીસની અન્ય ટીમે ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીઓનો ફિલ્મી ઢબે પીછો કરતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. જે ઘટનામાં બે પૈકીના એકને હાથના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા થતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. 

જ્યારે અન્ય એક આરોપીને માત્ર નાની-મોટી ઇજા થતાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને પણ ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો.પોલીસે બને આરોપીઓની અટક કરી કડક પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ રાહુલ ઉર્ફે પંડિતસિહ ઉર્ફ ધર્મસિહ બાદલ બંજારા (ઉ.50) તથા અર્જુનસિંગ બચ્ચનસિંગ ચીકલીગર જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરી કરવા માટેના સાધનો, ચોરી કરેલી બાઈક, સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 10.16 લાખની મત્તા કબજે કરી હતી.પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા 3 ઘરફોડ ચોરી તેમજ ઉધના પોલીસ મથકની હદમાં નોંધાયેલા બે વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. વધુમાં ઝડપાયેલો રાહુલ ઉર્ફે પંડિતસિહ ઉર્ફ ધર્મસિહ બાદલ બંજારા સામે રાજસ્થાન,મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 67 ગુના જયારે અર્જુનસિંગ બચ્ચનસિંગ ચીકલીગર સામે 24 ગુના અને તે વર્ષ 2015માં સુરતમાંથી બે વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.આ અંગે ડીસીપી સાગર બાગમરેએ જણાવ્યું કે, ઝડપાયેલા બંને આરોપીઓ ચીકલીગર ગેંગના સભ્ય છે અને તે રીઢા ગુનેગાર છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ લૂંટ, ઘરફોડ ચોરી, ખૂનની કોશિશ, અપહરણ, પોલીસ પર હુમલો છેડતી, પોલીસ જાપ્તામાંથી ફરાર તથા મારામારી જેવા 70થી વધુ ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓની હિસ્ટ્રી જાણવા મળતા તેઓ મહારાષ્ટ્રની જેલમાંથી છૂટીને સુરતમાં આવીને બનાવને અંજામ આપ્યો હતો. આરોપીની ધરપકડ કરી સુરતમાં અન્ય કોઈ ગુના આચર્યા છે કેમ? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે - એડીટૅર - સુનિલ ગાંજાવાલા સુરત

0/Post a Comment/Comments

Stay Conneted

Domain