અંજારમાં સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓના નિભાવ માટે 7 હજાર પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું
અંજારની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા માનવ સેવા સાથે પક્ષીઓ માટે પણ ઉત્તમ સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં પક્ષીઓને પીવાનું પાણી અને ચણ માટેના દાણા પૂરતા પ્રમાણમાં મળી રહે તે ઉદેશથી અંજારમાં રામ નવમીના અવસરે યોજાયેલી ભવ્ય શૉભાયાત્રા દરમિયાન સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને પાણી તેમજ ચણ નાખવા માટેના કુંડાઓનું લોકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સખી દાતાઓ અને ટ્રસ્ટના અગ્રણીઓના આર્થિક સહયોગથી સાત હજાર જેટલા પક્ષી કુંડાઓનું વિતરણ ખાસ બનાવાયેલા સ્ટોલ મારફતે કરવામાં આવ્યું હતું.
આ વિશે ટ્રસ્ટના પ્રમુખ પરેશ માલસત્તરે જણાવ્યું હતું કે, અંજારમાં યોજાયેલી ભવ્ય રથયાત્રા દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેવા સમર્પણ ટ્રસ્ટ જે વિવિધ સેવાકીય તેમજ જીવદયા પ્રવૃતિ સાથે સંકળાયેલ ટ્રસ્ટ છે, તેના દ્વારા દર વર્ષે ગરમીની સીઝનમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તેમજ લોકોમાં પક્ષીઓ પ્રત્યે કરુણા જાગે તેવા હેતુસર દર વર્ષેની જેમ લોકોમાં પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું. આ સ્ટોલની અંજાર મતવિસ્તારના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ મુલાકાત લઇ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.
સમગ્ર સેવાકીય કામગીરી દરમિયાન સંસ્થાના કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, અગ્રણીઓએ તેમજ તેઓના પરિવારજનોએ પણ સાથ સહકાર આપ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓએ આ તકે દાતાઓ, સહયોગીઓ, તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે સંસ્થા દ્વારા આ કાર્યમાં જોડાયેલ દાતાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.
Post a Comment