સુરતમાં આંતર રાજ્ય જિલ્લાઓમાં ભિક્ષુક તરીકે જઈને ચોરી કરતી કંજર ગેંગની 6 મહિલા ઝડપાઈ

 સુરતમાં આંતર રાજ્ય જિલ્લાઓમાં ભિક્ષુક તરીકે જઈને ચોરી કરતી કંજર ગેંગની 6 મહિલા ઝડપાઈ

આંતર રાજ્ય જિલ્લાઓમાં ચોરી કરતી અને ગુનાહિત ઈતિહાસ ધરાવતી કંજર [સલાટ] ગેંગની 6 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી ટાઉન તથા કડોદરા જીઆઈડીસી પોલીસની ટીમે સંકલનમાં રહીને 6 મહિલાઓની ધરપકડ કરી હતી અને ગણતરીના કલાકોમાં એક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સુરતના જિલ્લાના બારડોલી સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાંથી 6 જેટલી મહિલાઓ ભીખ માંગવાના બહાને આવી દુકાનદારની નજર ચૂકવી બેગમાં મુકેલા 9. 16 લાખની રોકડ તથા વિદેશ મોકલવાના કપડાની ચોરી કરી ફરાર થઇ ગયી હતી. બીજી તરફ દુકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા મહિલાઓની આ ગેંગ કડોદરા ચાર રસ્તા તરફ નીકળેલી હોવાની માહિતી મળી હતી. 

જેથી બારડોલી ટાઉન પોલીસે કડોદરા જીઆઈડીસી પોલીસને સમગ્ર બનાવથી વાકેફ કરી હતી. જેથી કડોદરા જીઆઈડીસી પોલીસની ટીમે બારડોલી રોડ તરફથી આવતા રોડ પાસે નાકા બંધી કરી ઓટો રીક્ષામાંથી 6 મહિલા અને 4 બાળકોને તાબામાં લઇ કડક પૂછપરછ કરતા તેઓએ બારડોલી ખાતે આવેલી દુકાનમાંથી ચોરી કરેલા 9. 16 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જેથી બારડોલી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain