રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 56 મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

 રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 56 મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

રાપર માનવસેવા એજ પ્રભુ સેવા એ સુત્ર ને વરેલી સૌરાષ્ટ્ર ના પાટનગર રાજકોટ ખાતે આવેલ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાગડ વિસ્તારના રાપર તાલુકા ના મુખ્ય મથક રાપર ખાતે આવેલ દરીયાસ્થાન મંદિર ખાતે દર મહિનાની 29 મી તારીખે નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિદાન સારવાર કેમ્પ દરમિયાન ડો..નિલેશ રાઠોડ હિમાંશુ ભટ્ટ વિક્રમ જાડેજા વિગેરે એ સેવા આપી હતી આજે નેત્ર નિદાન સારવાર કેમ્પ મા 170 જેટલા દર્દીઓ ની તપાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 68 જેટલા દર્દીઓ ને આંખ ના ઓપરેશન માટે રાજકોટ ખાતે આવેલ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ટ્રસ્ટની લક્ઝરી બસ દ્વારા લઈ જવામાં આવશે 

ઓપરેશન થયા બાદ પરત પણ મુકવા માટે આવશે એવા માધવ સેવા ને વરેલ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાંચ વરસ દરમિયાન રાપર તાલુકા મા અનેક લોકો ના આંખ ના ઓપરેશન તથા તપાસણી કરી છે આજે યોજાયેલા કેમ્પ દરમિયાન રાપર દરીયાસ્થાન મંદિર રાપર લોહાણા સમાજ તથા કેમ્પ ના યજમાન પદે વાગડ ચાર ચોવીસી લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટ રહેલ કરશન ભાઈ મંજેરી કરમણ બાંભણીયા હિરાભાઈ બાંભણીયા ભચુભાઇ રાવરીયા ઘનશ્યામ મુંઝાત અણદા ભાઈ ચાંબરીયા તથા દરીયાસ્થાન મંદિર ના મેનેજીંગ ટ્રસ્ટી રસિકલાલ આદુઆણી દિનેશ ચંદે વેલજીભાઇ લુહાર ગોવિંદ ભાઈ ઠક્કર શૈલેષ ભીંડે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ વાગડ વિસ્તારના રાપર તાલુકા મા રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain