સુરતની 54 વર્ષિય મહિલા તબીબે ફુલ આયન મેન ટ્રાઈથ્લોનમાં સિદ્ધિ મેળવી

 સુરતની 54 વર્ષિય મહિલા તબીબે ફુલ આયન મેન ટ્રાઈથ્લોનમાં સિદ્ધિ મેળવી

વેસુમાં રહેતા 54 વર્ષિય ડેન્ટીસ્ટ મહિલા તબીબએ મલેશિયા ખાતે યોજાયેલ ફૂલ આયન મેન ટ્રાઈથ્લોનમાં ભાગ લઈ સિદ્ધિ મેળવી હતી.

ટ્રાઈથ્લોનમાં તેણીએ દરિયામાં સ્વિમિંગ, સાયકલિંગ અને રનીંગ આ ત્રણેય સ્પર્ધા પૂર્ણ કરી ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું હતું.

શહેરમાં અનેક રમતવીરો છે કે જેઓ પોતાના દમદાર પ્રદર્શન થકી આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી ચુક્યા છે. ત્યારે આ રમતવીરોમાં વેસુમાં રહેતા ડેંટિસ્ટ ડૉ. હેતલ તમાકુવાલા પણ હવે સામેલ છે. ફૂલ આયન મેન ટ્રાઈથ્લોનમાં 15 કલાક અને 40 મિનિટમાં 3. 8 કિમી દરિયામાં સ્વિમિંગ, 180 કિમી સાયકલિંગ અને 42 કિમી રનીંગનો ટાસ્ક પૂરો કરી તેણીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેંક મેળવ્યો હતો.

54 વર્ષિય ડૉ. હેતલ તમાકુવાલાએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ દોડથી સ્પોટ્સના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું, ત્યાર બાદ દસ વર્ષ પહેલા સુરતમાં યોજાયેલી બે કિમીની દોડમાં ભાગ લીધો અને તેમાં સિલ્વર મેડલ જીત્યો આ સફ્ળતાએ મારામાં એથલેટિક બનવાના બીજ રોપ્યાં. તાલીમ માટે "રૂલ ઓફ્ - 7" સૂત્ર અપનાવ્યું હતું. એટલે કે ક્લિનિકલ પ્રેક્ટિસના 7 કલાક, સ્પર્ધા માટેની તાલીમના 7 કલાક અને દિવસમાં 7 કલાકની ઊંઘ. આ પ્રકારે દિનચર્યા નક્કી કરી હતી. ફૂલ આયન મેન ટ્રાઇથ્લોનની તાલીમ મેળવવામાં પણ ઘણો સંઘર્ષ કર્યો હતો. જેના પરીણામ સ્વરૂપે મલેશિયા ખાતે યોજાયેલી ફૂલ આયન મેન ટ્રાઇથ્લોન સફ્ળતા પૂર્વક પૂર્ણ કરી સિદ્ધિ મેળવી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain