બેન્કો વર્ષે 50 લાખની નકલી નોટો RBIમાં જમા કરાવે છે

 બેન્કો વર્ષે 50 લાખની નકલી નોટો RBIમાં જમા કરાવે છે

ગુજરાતમાં નકલી નોટોની હેરાફેરી વધતા બેંકોમાં ચિંતાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને બેંકોમાં મોટી રકમ જમા થવા આવતી રોકડમાં 100 અને 500ની બંડલોમાં પાંચથી છ નોટ ડુપ્લિકેટ આવતી હોવાનું બેંકના ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે.

ગુજરાતમાં સરકારી- ખાનગી અને કો-ઓપરેટિવ સહિતની બેંકો વર્ષે દહાડે આરબીઆઈમાં રૂ 50 લાખની નકલી નોટો જમાં કરાવે છે, જેમાં સૌથી વધુ 500ની નોટોનો સમાવેશ થાય છે. બેંક સાથે સંકળાયેલા સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, નવી નોટોમાં જે પ્રકારના કલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં સરળતાથી ડુપ્લિકેશન થઇ રહ્યું છે. બજારમાં યેનકેન પ્રકારે નકલી નોટો ફરતી કરવા એક આખું નેટવર્ક ઓપરેટ થઈ રહ્યું છે. પાનના ગલ્લા અન્ય નાના વેપારીઓને ટાર્ગેટ કરી આ નકલી નોટો પધરાવવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. 'સંદેશે' રૂ. 100 નકલી નોટ લઈને વટાવવાનો પ્રયાસ કર્યો તો વેપારીએ બિન્દાસ તેને લઈ લીધી હતી. જ્યારે અમે તેમને વેપારીને આ નકલી નોટ હોવાનું જણાવતા તેઓ આર્યમાં મુકાઈ ગયા હતા.

આરબીઆઈના ઉચ્ચ અધિકારીએ ગંભીર સંકેત આપતા જણાવ્યું કે, હાલમાં માર્કેટમાં 2, 000ની નોટ ઊંચું ચલણ હોવાથી નોટોની અછત છે. જેનું કારણ એ છે કે સરકારે આ નોટોનું પ્રિન્ટિંગ ખૂબ જ ઓછું કર્યું હોવાથી બેંક અને માર્કેટમાં ઓછી જોવા મળશે જેના કારણે અન્ય નોટોની સરખામણીએ 2, 000 નોટનું ડુપ્લિકેશન પ્રમાણમાં ઓછુંથાય. આરબીઆઈની સ્ટેટ લેવલ સિક્યુરિટી કમિટી અમુક સમયના અંતરે તમામ બેંકો સાથે એક મિટિંગ કરે છે, જેમાં બેંકોમાં આવતી નકલી નોટોને લઈ કેવી રીતે સતર્ક રહેવું તેના પર ચર્ચા વિચારણા પણ કરવામાં આવે છે. રેલવે સ્ટેશન અને એસટી જેવા સ્થળોએ નકલી નોટો વટાવવાનો આંતરરાજ્ય ટોળકીઓનો ટાર્ગેટ નકલી નોટો વટાવવા આંતરરાજ્ય ટોળકી નવી મોડસ ઓપરેન્ડી સાથે કાર્ય કરે છે. આ ટોળકી રેલવે સ્ટેશન કે એસટી બસ સ્ટેન્ડ પાસે ઉતરે છે અને ત્યાંના નાના વેપારીઓને આ નકલી નોટો પધરાવી દે છે. આ સ્થળોએ ભીડ હોવાથી વેપારીઓ નોટ ચેક કરવાનું ટાળી દે છે. કેટલાક અશિક્ષિત હોય છે એટલે તેમને નકલી નોટો વિશે ખ્યાલ આવતો નથી. આમ આ ટોળકી સહેલાઈથી નકલી નોટો વટાવીને ત્યાંથી જ પરત જતી રહે છે. જોકે કેટલાક વેપારીઓને જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. એસટી પર એક વેપારી પાસે નકલી નોટ વટાવવાનો પ્રયાસ કર્યો તો તેણે આ નકલી નોટને પરખી લીધી હતી. જોકે તેણે સામે રૂ. 200ની નકલી નોટ અમને પધરાવી ગયું હોવાનું કહી હૈયાવરાળ ઠાલવી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain