આવનારા 48 કલાક રાજ્યના સિનિયર IPS અધિકારીઓ માટે મહત્વના, જાણો કારણ

 આવનારા 48 કલાક રાજ્યના સિનિયર IPS અધિકારીઓ માટે મહત્વના, જાણો કારણ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈએએસ અધિકારીઓની બદલીનો ગણગણાટ સાંભળવામાં આવી રહ્યો છે. જેને લઈ અગાઉ ગુજરાત સરકાર દ્વારા મોટી સંખ્યામાં આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. 109 IPSની બદલીઓ પછી ત્રણ સપ્તાહથી IPS ઓફિસર્સમાં પણ ધરમૂળથી ફેરફાર કરવા આખી સરકાર ગોથે ચડી છે. આ સ્થિતિમાં 30મી એપ્રિલને રવિવારે સંજય શ્રીવાસ્તવની વયનિવૃતિ બાદ અમદાવાદ પોલીસ કમિશનરેટને નવા કમિશનર મળે તેવી શક્યતા હાલ તબક્કે નહિવત છે. બીજી તરફ 3 વર્ષ જૂના નિર્ણયના અમલઅર્થે 1 લી મેને ગુજરાત સ્થાપનાદિને ગાંધીનગરને 'પોલીસ કમિશનરેટ'માં તબદિલ કરવાનુ પણ પડતું મુકાય તો નવાઈ નહી! જો, અમદાવાદને નવા પોલીસ કમિશનર મળે તો અન્ય સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રવિવારની સાંજે વયનિવૃત થશે. તેમના પછી નવા કમિશનરની નિયુક્તિને બદલે ટૂંકી મુદ્દત માટે અમદાવાદના સિનિયર IPSને ચાર્જ સોંપવા માટેનો વિકલ્પ તૈયાર હોવાનું જણાવતા ટોચના સુત્રોએ કહ્યું કે, વિતેલા બે સપ્તાહમા રાજ્યવ્યાપી IPSની બદલીઓ માટે બબ્બે વખત ઉચ્ચસ્તરે બેઠકો મળી છે. જેમાં બદલીઓ સાથેના વિકલ્પો ઉપર ચર્ચા થઈ છે. જેથી આગામી 48 કલાકમાં અમદાવાદમાં નવા પોલીસ કમિશનર કે ઈન્ચાર્જ કમિશનર? એ પ્રશ્ન ઉપર પણ પૂર્ણવિરામ મુકાશે. આ સાથે જ IPS ઓફિસરોમાં પણ ધરમુળથી ફેરફારની જાહેરાત પણ થઈ જશે. જેથી સૌ કોઈની નજર હાલ આ મુદ્દા પર જોવા મળી રહી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્રને કમિશનરેટમાં તબદિલ કરવા બજેટમા જોગવાઈ થઈ હોવા છતાંયે હવે તેનો અમલ વધુ પાછળ ધકેલાશે એમ કહેવાય છે. કારણ કે, જો ગાંધીનગરને કમિશનરેટ અપાય તો જ્યાં શહેરી વસ્તી અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નો વધુ છે. તેવા ભાવનગર, જામનગર, જૂનાગઢ એ ત્રણ મહાનગરોનું શું? આથી, પાટનગરમાં સચિવાલય તેમજ VVIP મુવમેન્ટ તેમજ સરકારી મોટા કાર્યક્રમોને ધ્યાને રાખીને DSPની જગ્યા સહિતનું તંત્ર ઉભુ કરવાનો વિકલ્પ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain