45 તાલીમાર્થીએ ફોટોગ્રાફીની પદ્ધતિસરની તાલીમ મેળવી

 45 તાલીમાર્થીએ ફોટોગ્રાફીની પદ્ધતિસરની તાલીમ મેળવી

દરેક ઉંમરના લોકોમાં વધતા જતા ફોટોગ્રાફીના શોખને યોગ્ય દિશા આપી માર્ગદર્શન આપવાના હેતુથી રોટરી કલબ ઓફ ભુજ દ્વારા બે દિવસીય ફોટોગ્રાફી તાલીમનું આયોજન કરાયું' હતું. યુવા તસવીરકાર આશુતોષ ગોર દ્વારા થિયરીકલ જ્ઞાન તથા પછીના દિવસે હિલગાર્ડન ખાતે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. ' તાલીમાર્થીઓને પ્રોજેકટર દ્વારા ફોટોગ્રાફીમાં ' ઉપયોગમાં લેવાતા શબ્દો જેવા કે, શટર સ્પીડ, એપર્ચર, આઇ. એસ. ઓ. કમ્પોઝીશન, વિવિધ પ્રકારના લેન્સ તથા વિવિધ સેટિંગ્સની વિસ્તૃત માહિતી અપાઇ હતી. થિયરી સત્રનાં અંતમાં વિવિધ પ્રકારના મૂંઝવતા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તરો અપાયા હતા. તાલીમ દરમ્યાન 45થી વધારે લોકોએ ભાગ લીધો હતો તેવું સંસ્થા પ્રમુખ નવગણ આહીર અને મંત્રી ભાવેશ પટેલએ યાદીમાં જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં ઋત્વિજ ગોર, અમીત હેડાઉ, દિલીપ રબારી વગેરેનો સહયોગ સાંપડયો હતો - રીપોર્ટ બાય - ભુમી પંડ્યા કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain