સામખિયાળી ટોલ ગેટ પર બની ઘટના: ટોલ ટેક્સ માગતાં 4 જણાએ સુરક્ષા કર્મી પર હુમલો કર્યો

 સામખિયાળી ટોલ ગેટ પર બની ઘટના: ટોલ ટેક્સ માગતાં 4 જણાએ સુરક્ષા કર્મી પર હુમલો કર્યો

સામખિયાળી ટોલ ગેટ પર ફાસ્ટ ટેગ ન હોવાને કારણે કાર ચાલક પાસે ટોલ ટેક્સના પૈસા માગ્યા તો ઉશ્કેરાયેલા કાર ચાલકે પોતાના ત્રણ સાગરિતોને બોલાવી છરી ઉગામી સુરક્ષા કર્મી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

ભચાઉ ના વાંઢીયા રહેતા અને સામખિયાળી ટોલ પ્લાઝામાં ત્રિલોક પ્રતાપ મેઇન પાવર સપ્લાયમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વરસિંગભાઇ અજાભાઇ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત બપોરે 1 વાગ્યાના અરસામાં ટોલ ગેટ ની લાઇન નંબર 10 પર ફરજ પર હતા ત્યારે રાજકોટ પાસિંગની એક કાર આવી હતી જેમાં ફાસ્ટ ટેગ લગાવેલું ન હોવાને કારણે તેની પાસેથી ટોલ ટેક્સના રૂપિયા માગતાં તે અજાણ્યો ઇસમ ઉશ્કેરાયો હતોઅને ભૂડી ગાળો બલી ફોન લગાવી બીજા ઇસમોને બોલાવ્યા હતા. નંબર પ્લેટ વગરની કારમાં આવેલા સામખિયાળીના જાવેદ મહેબુબ રાઉમાએ ઉતરી છરી ઉગામી મારવા દોડ્યો પરંતુ સહ કર્મીઓએ પકડી લીધો હતો.

ત્યારબાદ નંબર પ્લેટ વગરની એક્ટીવા પર સલીમ જુમા રાઉમા અને ફીરોજ ઉમર રાઉમાએ આવી માર મારી મુઢ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે સામખિયાળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain