અંડર-19 આંતર જિલ્લા ક્રિકેટમાં કચ્છના ઊગતા ખેલાડીનું સુંદર પ્રદર્શન

અંડર-19 આંતર જિલ્લા ક્રિકેટમાં કચ્છના ઊગતા ખેલાડીનું સુંદર પ્રદર્શન

અંડર-19 આંતર જિલ્લા સ્પર્ધામાં કે. સી. એ. (ભુજ) ટીમની આમ તો હાર થઇ, પણ તેના કેપ્ટન ધ્રુવ ગોસ્વામીએ પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. તેણે જૂનાગઢ સિટી સામેની અંતિમ મેચમાં 127 દડામાં ધૂંઆધાર 153 રન ફટકાર્યા હતા. એ દાવમાં 17 વર્ષના ધ્રુવે 22 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. હાલ તે સૌરાષ્ટ્ર ફિટનેસ કેમ્પમાં ભાગ લીધો હતો. ધ્રુવ અગાઉ અંડર-19 સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં પસંદ થયો હતો અને તે અંડર-19 કેમ્પ તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે મેચો રમેલ છે અને વિનુ માંકડ ટ્રોફીમાં કોલકાતા અને તિરુવાંથપુરમ્ જઇ આવ્યો છે. આ અગાઉ અંડર-16 સૌરાષ્ટ્રના કેપ્ટન પદે પણ રહી ચૂક્યો છે. રાજકોટ સિટી સામે પણ ધ્રુવે લડત આપીને 45 રન કર્યા હતા. કચ્છના આ આશાસ્પદ ખેલાડીને કેસીએના હોદ્દેદારો બહાદુરસિંહ જાડેજા, અતુલ મહેતા, પ્રવિણ હીરાણી, રાજેન્દ્રસિંહ જાડેજા, મહિપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા, જયેશ મહેતા, ગિરીશ ઝવેરી અને એમના કોચ મુકેશ ગોર, શાલિન મહેતાએ બિરદાવ્યો હતો - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain