ગુજરાતના 1400 કરોડના ક્રિકેટ સટ્ટામાં ફોરેન્સિક ઓડિટમાં પૈસા દુબઇ ગયા,

 ગુજરાતના 1400 કરોડના ક્રિકેટ સટ્ટામાં ફોરેન્સિક ઓડિટમાં પૈસા દુબઇ ગયા,


ગુજરાતમાં એક પછી એક કરોડોના ક્રિકેટ સટ્ટા(Cricket betting case) બહાર આવી રહ્યા છે પરંતુ મૂળ બુક્કીઓ સુધી પોલીસ પહોંચી શકતી નથી કે પહોચતી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં ફોરેન્સીક ઓડિટની મદદ લીધા બાદ પણ હજુ સુધી 11 જેટલા જ એકાઉન્ટ ક્રાઇમ બ્રાંચ(Crime Branch) સીઝ કરી શકી છે. બીજી તરફ ઇડી અને ઇન્કમટેક્ષને વધુ એકાઉન્ટ અંગે અને મોટા ટ્રાન્જેક્શન અંગે જાણ કરાઇ છે. જોકે ક્રાઇમ બ્રાંચના ડીસીપીએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચે આપેલી માહિતી બાદ ઇડીએ પણ અમુક એકાઉન્ટ સીઝ કર્યા છે, ફોરેન્સિક(Forensic) ઓડિટમાં પૈસા દુબઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. જોકે આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. બુક્કીઓ(Bookie) પોલીસને ચકડોળે ચઢાવવા માટે અન્ય એકાઉન્ટો પણ ભેગા રાખ્યા છે. જોકે પોલીસ ફોરેન્સિકની મદદથી હજુ પણ બુક્કીઓના એકાઉન્ટો શોધી રહી છે.

રાજ્ય સરકારના બજેટ કરતા પણ વધુ રકમનો હિશાબ બુક્કીઓનો હોવાનું ક્રિકેટ સટ્ટાના આંકાડા પરથી બહાર આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાંચે પકડેલા 1800 કરોડના સટ્ટામાં 1400 કરોડના સટ્ટાની તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરઆર, ખન્ના, આશિક ઉર્ફે રવિ હસમુખ પટેલ, કર્મેશ કિરીટ પટેલે ભેગા મળી એક બીજાની મદદ કરી હતી. આકાશ ઓઝા નામના વ્યક્તિની જાણ બહાર બોગસ એકાઉન્ટ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. એકાઉન્ટ ખોલાવતા સમયે તેની સહી અને વિગતો પણ નંખાઇ છે. આ બેંક એકાઉન્ટમાંથી 170, 70, 43, 359. 85 રુપિયાનું ટ્રાન્જેક્શન થયું હતું. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધ્યો હતો. તેની તપાસ હાલ પણ ચાલી રહી છે. આટલા બધા એકાઉન્ટમાં અલગ અલગ વ્યવહારો થયા હોવાથી ક્યાંથી ક્યા પૈસા જાય છે તેને શોધવા માટે ક્રાઇમ બ્રાંચે ફોરેન્સિક મદદ લીધી હતી. તેમાં દુબઇ પૈસા જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પરંતુ કોઇ ચોક્કસ એકાઉન્ટ પર પોલીસ પહોંચી શકી નથી.

આ અંગે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે, ઇડી અને ઇન્કમટેક્ષને કરોડોના વ્યવહાર થયેલા એકાઉન્ટ અંગે માહિતી આપવામાં આવી છે. અગાઉ 11 બેંક એકાઉન્ટ સીઝ થયા હતા. ઇડીને જાણ કર્યા બાદ પણ તેમણે પણ એકાઉન્ટો સીઝ કર્યા છે તેનો ચોક્કસ આંકડો હજુ આવ્યો નથી. તેવામાં આ તપાસ હજુ પણ ચાલી રહી છે. તેમાં ફોરેન્સીક ઓડિટના ત્રીજા લેયરમાં ક્રાઇમ બ્રાંચ પહોચી ગઇ છે. આ નાણાં અલગ અલગ એકાઉન્ટથી દુબઇ જઇ રહ્યા હોવાનું સ્પષ્ટ થાય છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain