એક કે બે નહીં પણ 14 ખોટી કંપની ઊભી કરીને 3 કરોડના ખોટા બિલ બનાવી દીધા

 એક કે બે નહીં પણ 14 ખોટી કંપની ઊભી કરીને 3 કરોડના ખોટા બિલ બનાવી દીધા

લોકોની આર્થિક જરૂરિયાત એ ફ્રોડ લોકો માટે અવસર સમાન છે. સમાજમાં એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. આર્થિક જરૂરિયાત હતી. જેની આડમાં તેને ફસાવી દેવામાં આવે છે. ફરીવાર એવો કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ કરોડથી વધુના ખોટા બીલો બનાવીને તેના આધારે GST ઇનપુટ ક્રેડિટ મેળવતી ગેંગને પકડી પાડી છે. ભૂતિયા પેઢીના આધારે કરોડોની GST ટેક્ષ ક્રેડિટ મેળવનારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

14 ખોટી કંપનીઃ 14 પેઢીઓ ડમી હોવાનું પ્રાથમિક રીતે પોલીસ તપાસમાંથી સામે આવ્યું હતું. જે GST વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસના આધારે ક્રાઈમ બ્રાન્ચ ખાતે અલગ અલગ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષર એન્ટરપ્રાઇઝ પેઢી થકી આરોપીઓએ કુલ રૂપિયા 44 લાખથી પણ વધુની કિંમતની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે. 40 લાખથી પણ વધુ ટેક્સ ક્રેડિટ બીજી કુલ 12 પેઢીઓને અપાવી છે. જેમાં કેશમાં વ્યવહાર થયો હોવાનું મનાય છે.

તારીખ12 નવેમ્બર 2022 ના રોજ ક્રાઈમ બ્રાન્ચ તેમજ GST વિભાગના અધિકારીઓએ સાથે મળીને અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ પેઢીઓ ઉપર તપાસ કરી હતી. જેમાંથી 14 પેઢીઓ ડમી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. જે GST વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસના આધારે ક્રાઈમ બ્રાન્ચ ખાતે અલગ અલગ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ડમી પેઢીઓ પૈકી અક્ષર એન્ટરપ્રાઇઝ નામની પેઢીની તપાસ કરતા પેઢીના ખોટા બીલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં ગુનામાં સામેલ નિખિલ ગુપ્તા, અલઆરીઝ ઉર્ફે આરીફ મન્સૂરી, ઈર્શાદ ઉર્ફે પીન્ટુ ઉર્ફે રાજા ઉર્ફે સરકાર શેખ તેમજ રિયાઝહુસેન મકવાણા અને દર્શન કોઠારી નામના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain