રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં ડો. બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતિ ઉજવાઈ

રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં ડો. બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતિ ઉજવાઈ

રાપર આજે 14 મી એપ્રિલ એટલે ડો. બાબાસાહેબ આંબેડકર નો જન્મદિવસ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ ભીમરાવ આંબેડકર ની 130 મી જન્મ જયંતિ નિમિત્તે આજે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોર્ટ પાસે આવેલ ડો. આંબેડકર ની પ્રતિમા ને હારતોરા કરવામાં આવ્યું હતું 

જેમાં રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા વિનુભાઈ થાનકી રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની મુળજીભાઈ પરમાર મેમાભાઈ ચૌહાણ રામજી મુછડીયા નિલેશ માલી બાબુભાઈ મુછડીયા જાનખાન બલોચ ઉકાભાઇ પરમાર સહિત ના રાપર શહેર ભાજપ તાલુકા ભાજપ ના હોદેદારો તથા રાપર ના પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ જી બી માજીરાણા પીએસઆઇ આર આર આમલીયાર પીએસઆઇ એસ વી ડાંગર મુકેશ સિંહ રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ એ તથારાપર વિધાનસભા કોંગ્રેસ પરીવાર દ્વારા ભારત બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની ૧૩૨ મી જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધ   સુમન અર્પણ કરાયા

રાપર શહેર મધ્યે આવેલ કોર્ટ રોડ પાસે આજ રોજ ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ની ૧૩૨ જન્મજયંતી નિમિત્તે બાબાસાહેબ ની પ્રતિમાને રાપર વિધાનસભા કોંગ્રેસ  દ્વારા આજ રોજ પુષ્પાંજલિ અપાઈ  ઉપરાંત અશોક ભાઈ રાઠોડ મનસુખ પરસોંડ રમેશભાઈ ચાવડા , ભરતભાઈ ઠાકોર , આંબાભાઈ ગજોરા વિગેરે એ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ ભીમરાવ આંબેડકર ની 130 મી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમા ને ફુલ હાર દ્વારા શુભેચ્છા પાઠવી હતી 

તો ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ ડો.આંબેડકર યુવા ગૃપ દ્વારા કોર્ટ પાસે ની પ્રતિમા પાસે થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે આથમણા નાકા માંડવી ચોક સમાવાસ સલારી નાકા એસ.ટી રોડ દેના બેંક ચોક થઈ ટાઉન હોલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ના વિચારો અંગે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ. સી. એસટી ઓબીસી લધુમતી સમાજ ના ભાઈઓ અને બહેનો જોડાયા હતા સમગ્ર વ્યવસ્થા અશોકભાઈ રાઠોડ સુંદરભાઈ ચૌહાણ વિગેરે એ સંભાળી હતી   ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ એ પણ બાબાસાહેબ અમર રહો ના નારા સાથે ઉજવણી મા જોડાયા હતા


0/Post a Comment/Comments

Stay Conneted

Domain