રૂફટેન્ટ સાથેની કારમાં 12 જ્યોતિર્લિંગ અને દેશના કાંઠાળ વિસ્તારની અનોખી સફર

 રૂફટેન્ટ સાથેની કારમાં 12 જ્યોતિર્લિંગ અને દેશના કાંઠાળ વિસ્તારની અનોખી સફર

બાર જ્યોતિર્લિંગ અને આખા દેશના કાંઠાળ વિસ્તારને આવરી લેતી 12000 કિલોમીટરથી પણ વધુની અનોખી સફરનો હાલમાં ભુજથી આરંભ થયો છે. જાણીતા સાઈકલવીર અને લાંબા પ્રવાસોના શોખીન એવા જિજ્ઞેશ જેઠવા પત્ની અને બે સંતાન સાથે રૂફટોપ ધરાવતી પોતાની કેરેવાન કારમાં 42 દિવસના આ પ્રવાસે નીકળ્યા છે અને તેઓ રહેવાનું અને ખાવા-પીવાનું બધું જ પોતાની કેરેવાનમાં કરી રહ્યા છે. પેરિસની પ્રતિષ્ઠિત સાઈકલ રેસમાં ભાગ લઈ ચૂકેલા અને બુલેટ પર પુત્ર સાથે ચારધામની કઠિન યાત્રા પાર પાડી ચૂકેલા જિજ્ઞેશભાઈએ ૧૫મી એપ્રિલે ભુજના આશાપુરા મંદિરે પૂજા સાથે યાત્રાનો આરંભ કર્યો હતો. 

પત્ની પ્રતીક્ષાબેન અને પુત્રો આર્ય તેમજ શ્રેયા સાથે લાંબી સફરે નીકળેલા જિજ્ઞેશ જેઠવાએ પોતાની કારમાં રૂફટેન્ટ નખાવ્યું છે. તેઓ કહે છે, કે વિદેશોમાં આ રીતનું ચલણ ઘણું છે અને ભારતમાં પણ સફરના શોખીનો ધીમે ધીમે પોતાનાં વાહનમાં રૂફટોપ નખાવે છે. ' કચ્છમાં વાહન પર રૂફટેન્ટ નખાવનારા તેઓ પ્રથમ વ્યક્તિ છે. એન.કે. ના પ્રશાંત સોલગામા અને ભાવિનભાઈએ આ રૂફટેન્ટ નખાવ્યું છે. તેઓ દ્વારકાથી સોમનાથ પહોંચ્યા બાદ ત્યાંથી ઉજ્જુઆન ત્યાંથી નાસિકથી પૂણે અને ત્યાંથી ગોવા થઈને રામેશ્વર પહોંચશે. રામેશ્વરમાંથી આંધ્રપ્રદેશના વિસ્તારોમાંથી ઓરિસ્સાના પુરી પહોંચશે. ત્યાંથી કોલકાતા, ઝારખંડથી વારાણસી જશે, ત્યાંથી કેદારનાથ અને દિલ્હીથી જયપુર થઈને પરત ફરશે. સફર દરમ્યાન આ પરિવાર કોઈ હોટેલમાં રોકાણ કરશે નહીં પણ પોતાની જ કારમાં રહેશે, ખાવા-પીવાનું પણ રૂફટેન્ટમાં જ કરશે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain