કચ્છના જખૌ કિનારેથી 12 એપ્રિલથી અત્યારસુધીમાં નશાનો સમાન ભરેલા 28 પેકેટ મળ્યા

કચ્છના જખૌ કિનારેથી 12 એપ્રિલથી અત્યારસુધીમાં નશાનો સમાન ભરેલા 28 પેકેટ મળ્યા

કચ્છની દરિયાઇ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત જખૌના દરિયા કાંઠાથી 15 કિલોમીટર દૂર ઓગાત્રા બેટ પાસેથી ચરસનો 1 પેકેટ મળી આવ્યો ચરસના પકડાયેલ પેકેટ પર '' અફઘાન પ્રોડક્ટ" છાપવામાં આવેલું છે. બીએસએફ અને મરીન પોલીસ દ્વારા સયુંકત રીતે હાથ ધરાયું હતું સર્ચ ઓપરેશન

કચ્છના દરિયાકાંઠે નશીલા પદાર્થના પેકેટ મળી આવવાનો સિલસિલ યથાવત્ છે. કચ્છના જખૌ બીચ પરથી વધુ એકવાર નશીલા પદાર્થના પેકેટ મળી આવ્યા છે. BSF અને NIU ની સંયુક્ત ટીમે 23 એપ્રિલે ભુજના જખૌ કિનારેથી લગભગ 15 કિમી દૂર ઈબ્રાહીમ પીર બેટમાંથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા હતા. દરેક પેકેટનું વજન આશરે 01 કિલો છે. દરિયા કિનારેથી મળી આવેલા આ દરેક પેકેટનું વજન અંદાજે 01 કિગ્રા છે, તેના પર ‘અફઘાન પ્રોડક્ટ’ છપાયેલ છે અને વાદળી પ્લાસ્ટિકની થેલીમાં એકસાથે પેક કરવામાં આવી છે. 12 એપ્રિલ 2023ના રોજ પ્રથમ કન્સાઈનમેન્ટની રિકવરી બાદ શરૂસર્ચ ઓપરેશનમાં કરાયેલી સર્ચ ઓપરેશનમાંથી આ છઠ્ઠી રિકવરી છે અને અત્યાર સુધીમાં 28 પેકેટ રિકવર કરવામાં આવ્યા છે. બીજી તરફ સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર એવું લાગે છે કે પેકેટ ઊંડા સમુદ્રના મોજા સાથે ધોવાઇ ગયા અને ભારતના દરિયાકાંઠે પહોંચી ગયા છે. જોકે હાલ આ મામલાને ગંભીરતાથી લઈ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. દરિયાઈ મોજામાં ધોવાઈને ચરસના પેકેટ ભારતીય જળસીમામાં તણાઈ આવતા હોવાનું અનુમાન 12 એપ્રિલ થી આજ સુધીમાં કુલ 28 પેકેટ ચરસના મળી આવ્યા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain