રક્તદાન કરવાની ઝુંબેશ સાથે સુરત પોલીસ આગળ આવી, 115 બોટલ બ્લડ એકત્ર કર્યું.

 રક્તદાન કરવાની ઝુંબેશ સાથે સુરત પોલીસ આગળ આવી, 115 બોટલ બ્લડ એકત્ર કર્યું.

પોલીસ એ પ્રજાનો મિત્ર છે. આ જ વાક્યને સાર્થક કરવા સુરત પોલીસ આગળ આવી છે. પ્રજા માટે હર હંમેશ ખડેપગે તત્પર રહેવાના આશયથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડુમસ પોલીસ મથકના PI અંકિત સૌમ્યા તેમજ ડુમસ પોલીસના અન્ય પોલીસ કર્મીઓ સાથે સ્થાનિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.

કોવીડ જેવી પરિસ્થિતિ હોય કે પુરની આફત અથવા અન્ય કોઈ પરિસ્થિતિ હર હમેશ પ્રજા સાથે ખડેપગે ઉભા રહેવા માટે તત્પર રહે છે. ખાસ કરીને પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસ અને મિત્રતાનો સેતુ જળવાય રહે તેવા આશય સાથે કમ્યુનીટી પોલીસીંગના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા અવાર નવાર વિવિધ કાર્યો કરવામાં અવતા હોય આવા જ અભિગમ સાથે સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન અને સુચના હેઠળ ડુમસ પોલીસ દ્વારા સ્થાનિક લોકો અને સ્મિમેર હોસ્પિટલની મેડીકલ ટીમનો સાથ મેળવી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

ડુમસ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડની અંદર આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સવારથી જ પોલીસ તથા હોમગાર્ડના જવાનોએ રક્તદાન કરવાનુ શરૂ કર્યું. સાથોસાથ ડુમસના સ્થાનીક લોકો પણ આ રક્તદાનની મુહીમમાં જોડાયા હતા. રક્તદાન શરુ થતા જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ લોકોએ ઉત્સાહભેર આ બ્લડ કેમ્પમાં જોડાઈ માનવતા મહેકાવી હતી. આ દરમ્યાન કુલ 115 જેટલા રક્તના યુનીટ એકત્ર થયા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain