અબડાસાના જખૌથી 10 કિલોમીટર દૂર ઓગાત્રા બેટ પરથી ચરસનું પેકેટ મળી આવ્યું

અબડાસાના જખૌથી 10 કિલોમીટર દૂર ઓગાત્રા બેટ પરથી ચરસનું પેકેટ મળી આવ્યું

પશ્ચિમ કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારોમાંથી અનેક વખત બિનવારસી હાલતમાં માદક પદાર્થના પેકેટો સલામતી દળોને સમયાંતરે મળતા રહ્યા છે. ત્યારે બે દિવસ પૂર્વે જખૌથી 5 કિલોમીટર દૂરના દરિયાઈ વિસ્તારમાંથી BSFને નવા પેકિંગ ધરાવતા ચરસના 10 પેકેટ મળી આવ્યા બાદ આજે ફરી જખૌથી 10 કિલોમીટર દૂર ઓગાત્રા બેટ પરથી ચરસનું એક પેક્ટ મળી આવ્યું હતું. પેકેટ મળી આવતા સલામતી દળ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા પેકેટના પ્લાસ્ટિક કવર ઉપર અંગ્રેજી ભાષામાં અફઘાન પ્રોડક્ટ લખેલું છે. આ પેકેટો પાકિસ્તાન તરફથી સમુદ્રી લહેરો મારફતે તણાઈ આવતા હોવાનું બોર્ડર સિક્યોરિટી ફોર્સની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા, લખપત અને માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારમાંથી આ પૂર્વે અનેક વખત બિનવારસી હાલતમાં માદક પદાર્થના પેકેટો સલામતી દળોને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા છે. ખાસ કરીને લખપત અને અબડાસાના દરિયાઈ વિસ્તારમાં આ પ્રકારના પેકેટો BSFને અવારનવાર મળતા રહે છે. ત્યારે લાંબા અંતરાલ બાદ ફરી એક વખત કચ્છની સમુદ્રી સરહદ નજીક વિદેશી બનાવટ ધરાવતા ચરસના પેકેટ મળવાનો સીલસીલો શરૂ થયો હોય તેમ માત્ર ત્રણ દિવસના સમયગાળામાં બે વખત ચરસના પેકેટ સલામતી દળોના જવાનોને મળવા પામ્યા છે. આજની ઘટના બાદ તલાસ અભિયાન તેજ કરવામાં આવ્યું હોવાનું સુરક્ષા દળે જણાવ્યું હતું - રીપોર્ટ બાય - કચ્છ બ્યુરો ચીફ - હિનલ જોષી અંજાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain