1 એપ્રિલથી ચંદ્ર માટે અમદાવાદથી ઉડશે રોકેટ

 1 એપ્રિલથી ચંદ્ર માટે અમદાવાદથી ઉડશે રોકેટ

અમદાવાદના રિવરફ્રન્ટ પર અમેરિકાની સ્પેસ એક્સ કંપનીએ નવું સ્પેસ સ્ટેશન બનાવવાનું એલાન કર્યું છે.

સ્પેસએક્સ કંપની ઘણા સમયથી લોકોને સ્પેસ ટુરિઝમ કરાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, નાસા સિવાય કોઈ ખાનગી કંપની દ્વારા મોટા પાયે આવું પહેલીવાર કરવામાં આવી રહ્યું છે. એવામાં અમેરિકાની બહાર પહેલું સ્પેસ સ્ટેશન અમદાવાદમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અમેરિકાના એલોનભાઈએ હાલમાં જ ટ્વિટર ખરીદ્યું છે, નાના બાળકને જાણે નવું રમકડું મળી ગયું એમ આખો દિવસ બેઠા બેઠા બસ ટ્વિટર જ મચેડ્યાં કરે છે, ત્યાં તેમની નજર ગુજરાતીઓના ટ્વિટ પર પડી, થોડું વધારે જાણ્યું તો એ તો ગુજરાતનાં ફેન બની ગયા. બસ પછી શું હતું, તાત્કાલિક ધોરણે નિર્ણય કર્યો કે આપણે હવે ગુજરાતમાંથી રોકેટ લૉન્ચ કરીશું અને લોકોને સ્પેસની સફર કરાવીશું. એવામાં લૂંટ શકો તો લૂંટ લો જેવી જોરદાર ઑફર મળી ગઈ છે, આપણે બસ હવે થેલા તૈયાર કરી બેસી જ જવું છે.

એલોનભાઈએ જ્યારે સેટેલાઈટથી અમદાવાદનું સિંધુ ભવન (Ahmedabad Sindhu Bhavan) અને SG હાઇવે જોયું તો ચોંકી ગયા, કે અહિયાં તો રોકેટની ક્યાં વાત કરો બાઇક અને કારવાળા જ જાણે હવામાં ઊડી રહ્યા છે. ડેરિંગ છે જોરદાર, જીવની પરવાહ કર્યા વિના ઊડાઊડ કરે, કોઈ રેડ સિગ્નલની તાકાત છે કે તેમને રોકી શકે? અને એમાંય રસ્તા પર પોલીસરૂપી કોઈ 'ગ્રહ કે ઉલ્કાપિંડ' આવે તો એમને કઈ રીતે વટાવી દેવા એ કળા પણ જોરદાર છે એટલે ખાસ આ લોકોની કળા જોઈને અમદાવાદની પસંદગી કરવામાં આવી.

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જ આખું સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે, એલિસબ્રિજની બાજુમાંથી જ રોકેટ સીધું ઉડશે. એલોનભાઈ પતંગ હોટલના ધાબે ચઢીને આખો નજારો જોશે, કે કોઈ રોકેટમાં બહાર લટકીને તો નથી જતું ને!

0/Post a Comment/Comments

Stay Conneted

Domain