જામનગરમાં કાલે તારીખ 1 થી 3 મે સુધી યોજાશે આધુનિક તથા પુરાતન શસ્ત્રોનું પ્રદર્શન

 જામનગરમાં કાલે તારીખ 1 થી 3 મે સુધી યોજાશે આધુનિક તથા પુરાતન શસ્ત્રોનું પ્રદર્શન



ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત તારીખ 1 થી 3 મે સુધી આધુનિક તથા પુરાતન શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનમાં ઓટોમેટીક ગ્રેનેડ લોન્ચર, બોમ્બ ડિસ્પોઝલના સાધનો, બુલેટ પ્રૂફ કાર, તથા અનેક પ્રકારની રાયફલ-પિસ્તોલ સહિતના શસ્ત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે.

રાજ્ય સરકાર દ્વારા જામનગરના આંગણે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે. જેમાં કરોડોના વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, ભવ્ય પોલીસ પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અદ્યતન અને પુરાતન શસ્ત્ર સાથેના શસ્ત્ર પ્રદર્શનનું જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજન કરાયું છે.

પોલિસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન: જેમાં આગામી તારીખ 1 થી 3 મે મે સુધી સત્ય સાંઈ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પોલિસ વિભાગ દ્વારા અદ્યતન અને પુરાતન શસ્ત્રો સાથેનું પ્રદર્શન પણ યોજાનાર છે. જેનું જામનગરની જાહેર જનતા સવારે 9 થી 1 તથા બપોરે 3: 30થી 7: 30 સુધી નિદર્શન કરી શકશે.

અદ્યતન અને પુરાતન શસ્ત્રો સાથેનું પ્રદર્શન: ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર આ શસ્ત્ર પ્રદર્શનમાં બોમ્બ ડિસ્પોઝલના સાધનો, નેત્રમ, બોડી વોર્ન કેમેરા, બુલેટ પ્રૂફ કાર, ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, 38 બોર રિવોલ્વર, 303 રોઝ રાયફલ, 303 EY S. L. R રાયફલ,. 303 નંબર-1 માર્ક-3 રાયફલ, 0303 ઈટાલીયન રાયફલ,. 455 ટી. એમ. સી, 2" મોર્ટર, 455 બોર રિવોલ્વર, ટીટો રિવોલ્વર, લામા રિવોલ્વર, બ્રાઉની રિવોલ્વર,. 32બોર રિવોલ્વર, વેરીલાઇટ પિસ્ટલ (કલર સેલ/રાઉન્ડવ),. 22 રાયફલ, MP-5 K રાયફલ, રાયોટ ગન, 9 એમ. એમ. કાર્બાઈન, 9 એમ. એમ. સ્ટેન ગન, 9 એમ. એમ. પિસ્ટલ ઓટો, 38 એમ. એમ. એમ. એસ. એલ (મલ્ટી સેલ લોન્ચ ર), 12 બોર પંપ એકશન ગન GF રાયફલ, ગેસ ગન સેલ, 7. 62 એલ. એમ. જી, A. G. L, માર્કસમેન બી. પી. વાહન સહિતના અત્યાધુનિક શસ્ત્રો નાગરિકો જોઈ શકશે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain